સાબરકાંઠાઃ ગુજરાતના સાબરકાંઠા ખાતે આવેલી મુડેટી પ્રાથમિક શાળામાં વેદ સંસ્કૃત જ્ઞાન ગૌરવ સમારંભમાં આજે આરએસએસના સંઘસંચાલક મોહન ભાગવતે હાજરી આપી હતી. ત્યારે તેમણે ધર્મ અને નીતિને લઈને વાત કરી હતી. સાથે જ તેમણે એઆઈ (આર્ટીફિશ્યલ ઈન્ટેલિજન્સ) અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે આ કારણસર માનવજીવનને જોખમ છે.
ADVERTISEMENT
‘જે કૌભાંડ ખુલ્લા પાડવાનું કહેતો એ જ પાંજરે પુરાયો’- યુવરાજસિંહને લઈ સી આર પાટીલે કહ્યું
વિજ્ઞાનનો ઉપયોગ લોક કલ્યાણમાં પછી પહેલા વિનાશઃ ભાગવત
મોહન ભાગવતે આજે વેદ સંસ્કૃત જ્ઞાન ગૌરવ સમારંભમાં વક્તવ્ય આપતા કહ્યું હતું કે, અહંકાર જતો નથી તેથી વિજ્ઞાનના અત્યાધુનિક જ્ઞાનના કારણે વાસ્તવમાં દિમાગ ખુલી જવી જોઈએ, ઉદારતા આવવી જોઈએ તેવું થતું નથી. વિજ્ઞાનના ઉપયોગથી અણુ ઉર્જાનો ઉપયોગ મનુષ્યના કલ્યાણ માટે બાદમાં થયો પહેલો ઉપયોગ એ થયો કે ક્ષણમાં બે શહેરોને સમાપ્ત કરવાવાળો એટમ બોમ્બ. અને આજે એ જ વધી રહ્યું છે. નીતિનું બંધન નથી રહ્યું તો આર્ટીફિશ્યલ ઈન્ટેલીજન્ટ્સ આવી રહ્યું છે. લોકો ભયભીત છે. કાલે ચાલીને મનુષ્ય આર્ટીફિશ્યલ ઈન્ટેલિજન્સનો ગુલામ બની જશે. માનવજાતિ રહેશે જ નહીં.
ADVERTISEMENT