એ..એ… વીજળી પડી Live Video: દાહોદમાં વીજળી પડતા 2 વ્યક્તિ, 8 પશુના મોત

ગોધરાઃ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહીને પગલે છેલ્લા ઘણા સમયથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. આ તરફ છેલ્લા અડધા કલાકથી સતત વડોદરામાં વરસાદ વરસી રહ્યો છે…

gujarattak
follow google news

ગોધરાઃ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહીને પગલે છેલ્લા ઘણા સમયથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. આ તરફ છેલ્લા અડધા કલાકથી સતત વડોદરામાં વરસાદ વરસી રહ્યો છે તો બીજી તરફ દાહોદમાં ઘણા વિસ્તારોમાં વીજળીઓ પડવાના બનાવ સામે આવ્યા છે જેમાં વીજળી પડવાને કારણે 2 વ્યક્તિના મોત નિપજ્યા છે જ્યારે 8 પશુઓ પણ મોતને ભેટ્યા છે. દાહોદમાં વીજળી પડવાનો એક લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે. જે વીડિયો અહીં દર્શાવાયો છે.

વડોદરાની MS યુનિવર્સિટીનો વધુ એક મોટો છબરડો, MLAની દીકરી પણ પરીક્ષા ન આપી શકી

બે કલાકથી પડી રહ્યો છે સતત વરસાદ
દાહોદ સહિત જિલ્લામાં છેલ્લા બે કલાકથી અવિરત પણે વરસાદ વરસી રહ્યો છે. વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. બે કલાક પહેલા પણ એક મકાન ઉપર વીજળી પડી હતી. તેમાં એક વ્યક્તિ અને બે મહિલા ઘાયલ થયા હતા. જ્યારે બીજી વીજળી પડવાને કારણે આઠ જેટલા પશુઓના મોત થયા છે અને એક વ્યક્તિનું મોત થયું છે. આમાં વરસાદમાં આજે દાહોદમાં બે લોકોના મોત અને આઠ પશુઓ ઘાયલ થયા છે. વડોદરામાં પણ ઘણા વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે. ઘણા વિસ્તારોમાં બરફના કરા પણ પડ્યા છે.

મહીસાગરમાં પણ ચોમાસા જેવો માહોલ
માવઠાને કારણે મહીસાગર જિલ્લામાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને કારણે ભર ઉનાળે ચોમાસા જેવો ઘાટ ઘડાયો હતો. વાતવરણમાં ફેરફાર થતા સંતરામપુર શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદવ થયો હતો. વીજળીના કડાકા સાથે વરસાદ પડતા તાપમાનમાં પણ ઘટાડો થયો હતો. માર્ચ મહિનામાં જ બે વખત માવઠું બેસતા ખેડૂતોમાં પાકની નુકસાનીને લઈને ચિંતાનું વાતાવરણ ઊભું થયું છે.

મહાઠગ કિરણ પટેલની પત્નીનો ઘટસ્ફોટ, PMO ના અનેક મોટા માથા કિરણના સંપર્કમાં બધુ જ પોઝિટિવ થશે

અરવલ્લીમાં કરા પડ્યા
મોડાસાના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠાને કારણે કરા પડ્યા હતા. કમોસમી વરસાદને કારણે દધલિયા, મોતીપુર, વનિયાદ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ અને કરા પડ્યા છે. ખેડૂતોના ઘણા પાક અને માર્કેટમાં પણ ઘણું નુકસાન જોવા મળી રહ્યું છે.

(ઈનપુટઃ શાર્દૂલ ગજ્જર-ગોધરા, દિગ્વિજય પાઠક-વડોદરા, વિરેન જોશી- મહિસાગર, હિતેશ સુતરિયા-અરવલ્લી)

    follow whatsapp