નરેન્દ્ર પેપરવાલા.નર્મદાઃ સામાન્યતઃ ગુંડાતત્વો અને માથાભારે રાજનેતાઓના ત્યાં માથું નમાવી હાથની અદબ વાળી ઊભા રહેતા કેટલાક પોલીસ કર્માચારીઓ જે પોલીસની છબીને ખરડવામાં કશું જ બાકી રાખતા નથી. ત્યાં ગુજરાત પોલીસના એવા પણ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ છે જેઓ લોકોની મદદે કેવી રીતે આવી શકાય અને ખાખી વર્દીની શાન કેવી રીતે વધારી શકાય તે માટે સતત પ્રયત્નશીલ રહેતા હોય છે. આ બંને પોલીસની છબીઓ પોલીસ કેવી રીતે વર્તન કરે છે તેના પરથી ઊભી થાય છે. નર્મદામાં એક યુવાન જ્યારે પોતાની પાસે લાયસન્સ ન હોવાને કારણે પોલીસથી ડરી ભાગી રહ્યો હતો ત્યારે તેને પકડી પાડીને તેને પોલીસ સ્ટેશન લઈ જઈ ઢોર માર માર્યો હોવાનો આક્ષેપ આ યુવાન દ્વારા લગાવવામાં આવી રહ્યો છે. હાલ યુવાને આ મામલામાં એસપીને લેખિત રજૂઆત કરી છે. હવે જોવું રહ્યું છે કે આ ઘટનામાં શું કાર્યવાહી થાય છે.
ADVERTISEMENT
શું બની હતી ઘટના
નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના સાંજરોલી ગામના પણ પોતાના મામાને ત્યાં કલીમકવાણા ખાતે રહી માંગરોલ કોલેજમાં અભ્યાસ કરતા મિતેશ રાજેશ તડવીએ નર્મદા જિલ્લા પોલીસ વડાને કરાયેલી લેખિત રજૂઆત કરી છે. આ રજૂઆત મુજબ એ પોતે મોટરસાયકલ લઈ ગત તા.16/03/2023 ના સાંજના સાંજરોલીથી કલી મકવાણા ગામ જઈ રહ્યો હતો. ત્યારે ગરુડેશ્વર ચોકડી ખાતે ટ્રાફિક ચેકીંગમા ઉભેલા પોલીસ જવાનો દ્વારા એને અટકાવવા લાકડી ઉગામતા પોતે ગભરાઈ જઈ પોતાની મોટરસાયકલ પલટાવી પરત જતો રહ્યો હતો. દરમિયાન ફરજ પરના પોલીસ જવાન દ્વારા દોડીને યુવાનની મોટરસાયકલ પકડી પાડી હતી.
z+ સિક્યુરિટીમાં ફરતા કિરણ પટેલનું વડોદરા-અરવલ્લી કનેક્શન, જાણો શું હતો મામલો
આ ઝપાઝપીમા પોલીસ જવાનને હાથ ઉપર સામન્ય ઉઝરડો પડી જતા ઉશ્કેરાયેલા પોલીસ જવાને મિતેશ પાસે લાયસન્સ માંગતા યુવાને પોતાની પાસે લાયસન્સ નથી એમ કહેતા ફરજ પરના પોલીસ જવાન અતુલ વસાવા અને અન્ય ત્રણ ખાખી ધારીઓ દ્વારા ફેટ પકડી ગાળો ભાંડી પોલીસ વેનમાં નાખી ગરુડેશ્વર પોલીસ મથકે લઈ ગયા હતા. ત્યાં જઈ વિદ્યાર્થી યુવાનને પોલીસ મથકમા ઢોર માર મારવામાં આવ્યો હતો. આ મામલાની જાણ થતા યુવાન વિદ્યાર્થીના મામા પોલીસ મથકે દોડી આવ્યા હતા. યુવાનને સારવાર માટે રાજપીપળાની GMERS સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ઉલ્લેખનીય છે કે ગરુડેશ્વર પોલીસ મથકમા વિદ્યાર્થી સાથે થયેલી મારપીટ અને પોલીસની ગાળો માર ખાઈ રહેલા વિદ્યાર્થીએ પોતાના મોબાઈલમા ઓડિયો રેકોર્ડિંગ કરી લીધી હતી.
ADVERTISEMENT