Covid 19ના આંકડામાં મોટો વધારોઃ ગુજરાતમાં ધડાધડ વધી રહ્યા છે કેસ, જાણો ક્યાં કેટલા દર્દી

અમદાવાદ: રાજ્યમાં આજે કોરોનાના સંક્રમણમાં મોટો ઉછાળો થયો છે. આજે 402 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. ગઇકાલની સરખામણીમાં આજે કોરોનાના સંક્રમણમાં વધારો જોવા મળી રહ્યો…

gujarattak
follow google news

અમદાવાદ: રાજ્યમાં આજે કોરોનાના સંક્રમણમાં મોટો ઉછાળો થયો છે. આજે 402 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. ગઇકાલની સરખામણીમાં આજે કોરોનાના સંક્રમણમાં વધારો જોવા મળી રહ્યો છે . ગઈકાલે 241 કેસ નોંધાયા હતા. આજે સૌથી વધારે અમદાવાદમાં 220 કેસ નોંધાયા છે. જ્યારે 2 વ્યક્તિના મોત નિપજ્યાના સમાચાર છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાથી 2 વ્યક્તિનું મોત થયા છે.

જાણો ક્યાં છે કેટલું સંક્રમણ
અમદાવાદમાં સૌથી વધુ 220 નવા કેસ નોંધાયા છે. મોરબીમાં 18 કેસ, વડોદરા 23, રાજકોટમાં 40 સુરત કોર્પોરેશન 32, વડોદરામાં 23, મહેસાણા 12, ગાંધીનગરમાં 8, અમરેલીમાં 12, સાબરકાંઠામાં 9, વલસાડમાં5 અને બાકી અન્ય કેટલાક જિલ્લાઓમાં તેનાથી ઓછા કેસ નોંધાયા છે.

વિશ્વમાં આજે 1 કલાક છવાશે અંધારપટઃ લાઈટો બંધ રાખજો, જાણો કેમ?

વેકસીનેશનના આંકડાથી ચિંતા
રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 99.02 ટકા છે જ્યારે વેકસીનેશનની વાત કરવામાં આવે તો આજે માત્ર 543 લોકોએ વેક્સિન લીધી છે. 18 વર્ષથી વધુની ઉંમરના લોકોમાં પ્રથમ ડોઝ 38 અને બીજો ડોઝ 86 લોકોએ લીધો છે. જ્યારે 12થી 14 વર્ષના માત્ર 1 લોકોએ પ્રથમ અને 0 વ્યક્તિએ બીજો ડોઝ લીધો છે જ્યારે 15થી 17 વર્ષના વ્યક્તિઓમાં માત્ર 3 વ્યક્તિએ પ્રથમ ડોઝ અને 14 વ્યક્તિએ બીજો ડોઝ લીધો છે. જ્યારે 60 લોકોએ પ્રિકોશન ડોઝ લીધો છે.

રાજ્યમાં આજે 402 લોકો કોરોનાથી સંક્રમિત બન્યા છે અને 7 વ્યક્તિ હજુ પણ ગંભીર હાલતમાં છે. જેનાથી કુલ એક્ટિવ કેસ 1529 થયા છે. ત્યારે બીજી તરફ 162 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા ત્રણ દિવસથી કોરોનાથી એક એક વ્યક્તિનું મોત થઈ રહ્યું છે. ત્યારે આજે 2 વ્યક્તિના મૃત્યુના અહેવાલ સામે આવ્યા છે.

આજે પૃથ્વીની નજીકથી જશે ‘સિટી કિલર’ Asteroid 2023 Dz2, જાણો કેટલો મોટો અને ખતરનાક છે?

કોરોનાથી અત્યાર સુધીમાં 11052 લોકોના મોત
અત્યાર સુધીમાં કુલ 12,67,419 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જો કે રાજ્યમાં હાલ કુલ 1191 એક્ટિવ કેસ છે. જે પૈકી 6 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 11285 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાથી 11050 દર્દીઓના મોત થઈ ચૂક્યા છે.

    follow whatsapp