જુઓ CCTV: કેવી રીતે મોડાસામાં શખ્સો મહિલાના ગળાની ચેન ખેંચવા આવ્યા

અરવલ્લીઃ મોડાસામાં ધોળા દિવસે મહિલાના ગળામાંથી સોનાની ચેન ખેંચવાનો પ્રયાસ બાઈક સવરા બે ચેઈન સ્નેચર્સ દ્વારા કરવામાં આવ્યો છે. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા…

gujarattak
follow google news

અરવલ્લીઃ મોડાસામાં ધોળા દિવસે મહિલાના ગળામાંથી સોનાની ચેન ખેંચવાનો પ્રયાસ બાઈક સવરા બે ચેઈન સ્નેચર્સ દ્વારા કરવામાં આવ્યો છે. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેમાં આપણે જોઈ શકીએ છીએ કે આ શખ્સો દ્વારા કેવી રીતે મહિલાની સોનાની ચેઈન તોડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેઓ નિષ્ફળ ગયા છે.

રાજસ્થાનના પ્રભારી બની શકે છે સી આર પાટીલઃ ચૂંટણી પહેલા નવી જવાબદારી મળવાની શક્યતા

ચેઈન તોડવા બાઈક નજીક લઈ ગયા
મોડાસાની દ્વારકા પુરી સોસાયટીમાં ધોળા દિવસે મહિલાના ગળામાંથી સોનાની ચેન ખેંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ચાલુ બાઈકે આ બંને શખ્સોએ ચેઈન તોડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. આ ઘટનાના સીસીટીવીમાં જોવા મળી રહ્યું છે કે શખ્સો દ્વારા નંબર પ્લેટ વગરની બાઈક લઈને પહેલા ધીમી ગતિએ બાઈક હંકારી એક મહિલાની નજીક જવાનો પ્રયાસ કર્યો પરંતુ તે મહિલા પર તેઓ કોઈ રીતે એટેક કરતા નથી. જે પછી આગળ વડીલ જેવા દેખાતા મહિલા કે જેમના ગળામાં સોનાની ચેઈન હતી તેમની નજીક બાઈક લઈ જાય છે અને પાછળ બેસેલો શખ્સ ગળામાંથી ચેઈન આંચકી લેવાનો પ્રયાસ કરે છે.

સમગ્ર ઘટના બસ થોડી જ સેકન્ડમાં ઘટે છે આસપાસના લોકોને પણ આ અંગે કાંઈ સમજ પડે તે પહેલા આ શખ્સો બાઈક પર ત્યાંથી રફ્ફૂચક્કર થઈ જાય છે અને જાણે હવામાં ઓગળી ગયા હોય તેમ ક્યાંય નજરે પડતા નથી. જોકે સીસીટીવી નજરથી આ શખ્સો બચી શક્યા નથી અને અહીં જે દૃશ્યો આપ જોઈ રહ્યા છો તે સીસીટીવીમાં કેદ થયેલા ફૂટેજ અને તસવીરો છે.

(ઈનપુટઃ હિતેષ સુતરિયા, અરવલ્લી)

    follow whatsapp