અમદાવાદઃ કેનેડા જવા માગતા ગુજરાતીઓની સંખ્યા ઘણી છે. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વિદેશ જવાના લોકો પ્લાન કરી રહ્યા હોય તેવા ઘણા કિસ્સાઓ છે. ઘણા કાયદેસર તો ઘણા ગેરકાયદે પણ પ્રયાસ કરવામાં ખચકાતા નથી. જોકે આપણે અહીં જે લોકો કાયદેસર વિઝા મેળવીને જવા માગે છે તેવા લોકો માટે અહીં ખાસ નીયમોની જાણકારી મેળવી લે તો પોતાના જ્ઞાન અને અનુભવના આધારે યોગ્ય નિર્ણય લઈ શકે તે માટે કેનેડા સરકાર દ્વારા જાહેર કરાયેલા કેટલાક નિયમો અહીં દર્શાવી રહ્યા છીએ.
ADVERTISEMENT
વિઝા આપવાની ગેરંટી આપે છે તો ચેતજો
કેનેડામાં વિઝાના માપદંડો સંતોષતા ના હોવ અને તેમ છતા તમને કોઈ કહે છે કે વિઝાની ગેરંટી તો ચેતી જજો. કૌભાંડીઓ પોતે નાણાં કમાઈ શકે તે માટે તમારા સંતોષને હથિયાર બનાવી તમને મુર્ખ બનાવી શકે છે પરંતુ અહીં તપાસ કરજો કે પોતાની પ્રોફાઈલ ખરેખર કેનેડાના નિયમોમાં ફીટ બેસે છે કે કેમ. અહીં (https://www.canada.ca/en/immigration-refugees-citizenship/services/come-canada-tool.html) પરથી આપને કેનેડિયન સરકાર પ્રમાણે તમે વિઝા માટેના સક્ષમ પ્રોફાઈલ ધરાવો છો કે કેમ તે ચેક કરી શકાય છે.
ગુજરાતમાં ઠેરઠેર વાતાવરણમાં ફેરફારઃ ક્યાંક હળવો તો ક્યાંક ધોધમાર વરસાદ, ક્યાંક કરા પડ્યા
વિઝા એજન્ટનો ઉપયોગ કેમ કરવો
તમે વિઝા મેળવવાની અરજી આમ તો જાતે જ કરી શકો છો. જોકે છતા આપ વિઝા એજન્ટ રોકવા માગો છો તો તેમાં ખોટું નથી. કેનેડામાં તેમને રિપ્રેઝન્ટેટિવ (પ્રતિનિધિ) કહે છે. એજન્ટ તમને વિવિધ ફોર્મ્સ ભરવામાં મદદ કરે છે. તે તમારા વતી અરજીઓ પણ રજુ કરી શકે છે. જો તમે રિપ્રેઝેન્ટેટિવનો ઉપયોગ કરો છો તો તમારે તેની માહિતી પણ દર્શાવવી રહી. પણ જો તમે તેવું નથી કરતા તો તમારી અરજી અસ્વિકાર્ય થઈ શકે છે. તમને 5 વર્ષ સુધી અરજી કરતા રોકી પણ શકાય છે. આવા એજન્ટ બે પ્રકારના હોય છે. એક અન પેઈડ અને બીજા પેઈડ. અન પેઈડ એજન્ટ કોઈ ફી વસુલતા નથી અને તેઓમાં ઘણી વખત કુટુંબીજનો, મિત્રો અને સંબંધીઓ પણ હોતા હોય છે. તે તમારા મટે ફોર્મ ભરે અને અરજુ કરે તે પણ મફતમાં. બીજા પેઈડ કે જેમના માટે તમારે ખાસ ચેતવાનું છે. તેઓ તમારી પાસેથી રૂપિયા વસુલે છે. પણ પહેલા જાણી લો કે તેઓ કેનેડામાં અધિકૃત છે કે કેમ. તેઓ પોતાની સર્વિસ માટે પૈસા વસુલે છે. અધિકૃત એજન્ટ ઈમિગ્રેશન અરજીની પ્રક્રિયાઓને સમજી શકે છે અને તે ઓ ખાસ નિયમોથી બંધાયેલા પણ હોય છે.
તે એજન્ટ્સ વકીલો, પેરાલીગલ્સ, ક્યુબેક નોટરીસ અથવા કન્સલ્ટન્ટ્સ હોઈ શકે છે કે જે કોલેજ ઓફ ઈમિગ્રેશન એન્ડ સિટિઝનશિપ કન્સલ્ટન્ટસ સાથે રજીસ્ટર્ડ હોય છે. જે વિવિધ વિઝા સમજાવી શકે છે. તમને તમારી અરજી પર સલાહ આપી શકે છે. બીજી બાજુ અનઅધિકૃત એજન્ટ ફી વસુલે છે પરંતુ ખરેખરમાં રિપ્રેઝન્ટેટિવ નથી. તેમના થકી થયેલી અરજી નકારાતી કે પાછી મોકલાતી હોય છે. વિઝા એજન્ટ રાખવાથી તમારી અરજી પ્રક્રિયા ઝડપી થશે તેવું ના માનશો. એજન્ટ કેનેડિયન વિઝા ઓફિસર્સ સાથે કોઈ કનેક્શન ધરાવતા હોતા નથી બધી જ ફક્ત મુર્ખ બનાવવાની વાતો હોઈ શકે છે. આ તરફ કેનેડિયન ઈમિગ્રેશન અધિકારીઓ બધી અરજીઓની સમીક્ષા કરતી વખતે એક સરખા માપદંડોને અનુસરતા હોય છે. એક સરખી માહિતી સાથે ફરીથી અરજી કરવાથી તમારો સમય અને નાણા બગડે છે. નિર્ણય બદલાતો નથી ફક્ત તમારો ખર્ચ વધે છે.
તેજસ્વી યાદવ CBIથી રાહત માટે દિલ્હી હાઈકોર્ટ પહોંચ્યા
ખોટા ડોક્યૂમેન્ટ્સ ન મોકલો
પોતે કરેલી અરજીમાં ખોટું બોલવા કે નકલી અથવા સુધારેલા ડોક્યુમેન્ટ્સ મોકલવી ગંભીર ગુનો છે. તમારી અરજી નકારવામાં આવશે અને તમને ઓછામાં ઓછા 5 વર્ષ માટે કેનેડામાં પ્રવેશ પ્રતિબંધ પણ મુકી શકાય છે. આ ઉપરાંત તમારો આઈઆરસીસી સાથે કાયમ માટે છેતરપીંડીનો રેકોર્ડ બની શકે છે. કારણ કે કેનેડિયન સરકાર ભાગીદારો સાથે કામ કરીને અધિકારીઓને તાલીમ આપે છે અને નકલી ડોક્યુમેન્ટ્સ પર નજર રાખે છે. વિઝા એજન્ટની વાતોમાં આવી ખોટી માહિતી રજુ કરશો તો પરિમામ ભોગવનાર તમે હશો તમારા એજન્ટ નહીં તે બાબતનું ધ્યાન રાખો.
અરજીની ફી
તમે અને તમારા કુટુંબીજનોએ અરજી પર તમારી જીવનભરની બચતો ખર્ચ કરવાની જરૂર નથી. કેનેડિયન વિઝા માટે અરજી કરવામાં આશરે 6 હજાર રૂપિયા (100 $ can) જેટલો ખર્ચ થાય છે. અરજીની ફી દરેક વ્યક્તિ માટે સરખી હોય છે. માટે કૌભાંડીઓથી સચેત રહો અને જંગી વિઝા ફી માગતા એજન્ટોથી દૂર ભાગી જાઓ તેમાં જ ભલાઈ છે.
નકલી નોકરીની ઓફરો અને વિદ્યાર્થી સાથે થતા કૌભાંડોથી સાવધ રહો
તમારી આસપાસ અને ઇન્ટરનેટ પર કૌભાંડીઓ તમને કેનેડા માટે વર્ક કે સ્ટુડન્ટ વિઝા અપાવવાનું વચન આપશે. તેઓ તમને એ પણ કહી શકે કે એકવાર તમને વિઝા મળે એટલે, તમે પરમેનન્ટ રેસિડન્ટ (PR) બનવા અરજી કરી શકશો.
તમને વિઝા કે PR મળવાની ગેરંટી કોઇપણ આપી શકતું નથી.
એક કેનેડિયન કંપની વિદેશી કામદારની નિયુક્તિ કરી શકે તે પહેલાં, તેઓએ કેનેડામાંથી કોઇકની નિયુક્તિ કરવાનો પ્રયત્ન અચૂક કરવો રહ્યો. કંપનીએ સરકાર પાસેથી ડોક્યુમેન્ટ મેળવવું રહ્યું જે તેઓને વિદેશી કામદારની નિયુક્તિ કરવાની પરવાનગી આપે છે. આ ડોક્યુમેન્ટને લેબર માર્કેટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ (LMIA) કહેવામાં આવે છે, અને કંપની નિયુક્તિ કરવા ઇચ્છતી હોય તેવા દરેક કામદાર માટે કંપનીને તેનો ખર્ચ 60,200 (CAN$1,000) થાય છે. કંપનીએ આ ફી અચૂક ચૂકવવી રહી. જો કોઈ નોકરીની ઓફર સાચે જ બહુ સારી હોવાનું લાગે તો, તે સંભવિતપણે કૌભાંડ છે. તમે વિઝા એજન્ટને તમને મદદ કરવા ચૂકવણી કરો તે પહેલાં કંપની અને નોકરીની ઓફરનું સંશોધન કરીને ખાતરી કરો કે તેઓ બંને વાસ્તવિક છે.
ભાજપ-કોંગ્રેસ ભેગુ થઈ ગયુંઃ ચીફ ઓફીસર પ્રાચી દોશીની બદલી થતા છાંટ્યું ગંગાજળ ફોડ્યા ફટાકડા
જો તમે કેનેડામાં અભ્યાસ કરવા અરજી કરી રહ્યાં છો તો…
ખાતરી કરો કે સ્કૂલ એક નિયુક્ત શૈક્ષણિક સંસ્થા (DLI) છે.
સ્વીકૃતિ પત્ર વગર સ્ટડી પરમિટ માટે અરજી કરશો નહીં.
હંમેશા ટ્યુશન ફી સીધી સ્કૂલને ચૂકવો.
એ તપાસી જુઓ જો તમારી સ્કૂલ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે સર્વિસીસ આપે છે.
જો તમે ગ્રેજ્યુએશન પછી કેનેડામાં કામ કરવા ઇચ્છતા હો તો, ખાતરી કરો કે તમે પોસ્ટ-ગ્રેજ્યુએશન વર્ક પરમિટ (PGWP) માટે પાત્ર છો.
(તમામ માહિતી www.canada.ca તરફથી સાભાર દર્શાવાઈ છે)
ADVERTISEMENT