અમદાવાદઃ યુપીનો કુખ્યાત ગેંગસ્ટર અતીક અહેમદ હાલ અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે. જોકે મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પોલીસ કર્મીએ કરેલી એક અરજીમાં સપાના પૂર્વ સાંસદ અને કુખ્યાત ગેંગસ્ટર અતીક અહેમદ દ્વારા જેલમાં ચીકન પાર્ટી કરવામાં આવે છે. તેને વિવિધ વીઆઈપી જેવી સગવડો પણ અપાય છે. ઉપરાંત તેની ચીકન પાર્ટીમાં ઘણી વખત આઈપીએસ કક્ષાના પોલીસ અધિકારીઓ પણ જોડાય છે.
ADVERTISEMENT
‘અદાણીની કંપનીમાં 20 હજાર કરોડ કોના?’ સંસદ પદ જવા પર રાહુલ ગાંધીએ કહ્યું, સવાલ પૂછવાનું
IPSને મળે છે 20 લાખનો હપ્તો?
એક પોલીસ કર્મચારીની અરજીમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે અતીકને 24 કલાક સીસીટીવી કેમેરાના સર્વેલન્સમાં રાખવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ હોવા છતા એક આઈપીએસ અધિકારીની રહેમનજરે અતીકને મોબાઈલ સહિતની વીઆઈપી સગવડો આપવામાં આવે છે. આ આઈપીએસ અધિકારી સાથે અતીકનો 20 લાખનો હપ્તો પણ બંધાયો હોવાનો દાવો વિવિધ મીડિયા રિપોર્ટ્સમાં આ પોલીસ કર્મીએ કરેલી અરજીને ટાંકીને કરવામાં આવ્યો છે. અહીં સુધી કે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ ના પાડી હોવા છતા પણ અહીં પરિવારને મળતો હોવાનો પણ ઘટસ્ફોટ આ અરજીમાં કરાયો છે.
ઘોર કળિયુગ! કેશોદમાં એકતરફી પ્રેમમાં પાગલ માસિયાઈ ભાઈએ યુવતીને છરીના 18 ઘા ઝિંક્યા
ઉમેશ પાલની હત્યા અને અતીક અહેમદ…
પોલીસ કર્મચારીઓએ ગેંગસ્ટર અતીક અહેમદને આપવામાં આવી રહેલી સગવડોને લઈને સીબીઆઈ, સુપ્રીમ કોર્ટ, સહિત ઘણા જરૂરી સ્થાનો પર લેખિતમાં જાણ પણ કરવામાં આવી છે. આ દાવાઓમાં એક દાવો એ છે કે આઈપીએસ અધિકારીએ અતીક સાથે જેલમાં ચીકન પાર્ટી પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે આમ તો અતીક અહેમદ ઉત્તર પ્રદેશમાં પાંચ વખત ધારાસભ્ય અને એક વખત સાંસદ પણ રહી ચુક્યો છે. પોતાની દબંગ ઈમેજની પાછળ તેણે ઘણા ગુનાહિત કામો કર્યા જેના આધારે હવે તે જેલમાં છે. તેને સુપ્રીમ કોર્ટના આદેશાનુસાર હવે અમદાવાદની સાબરમતી જેલમાં રાખવામાં આવ્યો છે. હાલમાં જ ઉમેશ પાલની હત્યાનું કાવતરું ઘડવાને લઈને પણ તેના પર ઘણા આક્ષેપો થઈ ચુક્યા છે. ઉમેશ પાલ બસપાના ધારાસભ્ય રાજુ પાલની હત્યાના એક માત્ર મહત્વના સાક્ષી હતા જેમી ગત 24 ફેબ્રુઆરીએ સરા જાહેર હત્યા કરી દેવામાં આવી હતી.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT