નવી દિલ્હીઃ ઉમેશ પાલના અપહરણના 17 વર્ષ જૂના કેસમાં પ્રયાગરાજની સાંસદ-ધારાસભ્ય અદાલતે મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે બાહુબલી અતીક અહેમદ સહિત ત્રણ આરોપીઓને દોષિત ઠેરવ્યા છે અને તેમને આજીવન કેદની સજા ફટકારી છે. આ અપહરણ કેસમાં કોર્ટે અતીક ઉપરાંત હનીફ, દિનેશ પાસીને પણ દોષિત ઠેરવ્યા છે. કોર્ટે ત્રણેયને એક-એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. જ્યારે અતીકના ભાઈ અશરફ સહિત 7ને નિર્દોષ જાહેર કર્યા હતા. આ પછી હવે અતીક અહેમદને લઈને સાબરમતી જેલ અમદાવાદ તરફ નીકળવા કાફલો રવાના થઈ ગયો છે. પ્રયાગરાજથી અમદાવાદ સુધી સઘન સુરક્ષા વચ્ચે અતીક અહેમદને અહીં ગુજરાતના અમદાવાદ શહેરની સાબરમતી જેલમાં લાવવામાં આવશે.
ADVERTISEMENT
Japan Earthquake: ભૂકંપથી ધ્રુજ્યું જાપાન, હોક્કાઈડોમાં 6.1ની તીવ્રતાથી આવ્યા ઝટકા
ઉમેશ પાલ કેસમાં અતીકને થઈ આજીવન કારાવાસની સજા
ઉમેશ પાલ 2005ના રાજુપાલ હત્યા કેસમાં મુખ્ય સાક્ષી હતો. કોર્ટના આ નિર્ણયને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે 24 ફેબ્રુઆરી 2023ના રોજ પ્રયાગરાજમાં ઉમેશની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં પણ અતીક, તેના ભાઈ અશરફ, પુત્ર અસદ સહિત 9 લોકો આરોપી છે. આ પહેલા સોમવારે અતીક અહેમદને ગુજરાતની સાબરમતી જેલમાંથી પ્રયાગરાજ લાવવામાં આવ્યો હતો. તેમના ભાઈ અશરફને બરેલીથી પ્રયાગરાજ લાવવામાં આવ્યો હતો. આ સિવાય અન્ય એક આરોપી ફરહાનને પણ અહીં લાવવામાં આવ્યો હતો.
ગુજરાતમાં કોરોનાના વધુ 316 કેસ નોંધાયા, અમદાવાદમાં 109 દર્દી: Corona Updates
અમદાવાદ લવાશે અતીક અહેમદને
પ્રાપ્ત વિગતો અનુસાર અતીક અહેમદને પ્રયાગરાજની નૈની જેલથી લઈને ઉત્તર પ્રદેશ પોલીસનો કાફલો નીકળી ચુક્યો છે. આપને જણાવી દઈએ કે કોર્ટના નિર્ણય પછી હવે અતીકને ગુજરાતના અમદાવાદ શહેરમાં આવેલી સાબરમતી જેલમાં લાવવામાં આવી રહ્યો છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT