આણંદઃ ટ્રકમાં યુરીન કરી દેતા હત્યા કરી અને પછી લાશને રોડ પર મુકી અકસ્માત બતાવવાનો પ્રયાસ

હેતાલી શાહ.આણંદઃ થોડા દિવસ પેહલા આણંદ જિલ્લાના આંકલાવડી પાસે એકસપ્રેસ હાઇવે પર બોટાદના વસંતભાઈ દવેનું આજણ્યા વાહનની અડફેટે આવી જતા મોત નિપજ્યું હોવાની ઘટના બની…

gujarattak
follow google news

હેતાલી શાહ.આણંદઃ થોડા દિવસ પેહલા આણંદ જિલ્લાના આંકલાવડી પાસે એકસપ્રેસ હાઇવે પર બોટાદના વસંતભાઈ દવેનું આજણ્યા વાહનની અડફેટે આવી જતા મોત નિપજ્યું હોવાની ઘટના બની હતી. અને મૃતકના ભત્રીજા મનન ભાઈ દવે એ વાસદ પોલીસ મથકે અકસ્માતે મોત નો ગુનો નોંધાવ્યો હતો. પરંતુ પોલીસને શંકા જતા વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં આ કોઈ અકસ્માત નહિ પરંતુ હત્યા હોવાનુ પ્રકાશમાં આવતા ચકચાર મચી છે. હાલ તો પોલીસે આરોપીઓને ઝડપી પાડી જેલમાં ધકેલ્યો છે. આણંદ જિલ્લાના આંકલાવડી નજીક હાઇવે ઉપર અકસ્માતમાં બોટાદના વસંતભાઈ નું મોત થયું હતું. પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માતનો લાગતો આ બનાવ પોલીસની તપાસમાં હત્યા હોવાનું બહાર આવ્યું છે. આ ગુનામાં પોલીસે બે આરોપીઓની અટક કરી છે. હત્યાના પુરાવાનો નાશ કરવા માટે આરોપીઓએ મૃતદેહને એક્સપ્રેસ હાઈવે ઉપર રસ્તામાં મૂકી તેની ઉપરથી ટ્રક લઈને પસાર થઈ ગયા હતા. રસ્તામાં પડેલા આ મૃતદેહ ઉપરથી અન્ય વાહનો પણ પસાર થઈ જતા મૃતદેહ ક્ષતવિક્ષત ફાલતમાં ફેરવાઈ ગયો હતો.

જામિયા હિંસામાં છોડાયેલા ઘણા આરોપીઓ મામલે હાઈકોર્ટમાં સુનાવણી પુરીઃ ચુકાદો અનામત રખાયો

શું બન્યો હતો બનાવ
થોડા દિવસ અગાઉ અમદાવાદમાં રહેતા મનનભાઈ ભરતભાઈ દવેએ વાસદ પોલીસ સ્ટેશનમાં બોટાદ જિલ્લાના પાળીયાદ માં રેહતા 64 વર્ષીય તેમના કાકા વસંતભાઈ વાસુદેવભાઈ દવેનું આંકલાવડી ગામની સીમમાં એક્સપ્રેસ હાઈવે ઉપર અકસ્માતમાં મોત થયું હોવાની ફરિયાદ આપી હતી. જોકે, અકસ્માતનો આ ગુનો અનડીટેક્ટ હોવાથી વાસદ પોલીસ દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી. ઘટનાના દિવસે જ્યારે મનનભાઈએ પોતાના કાકાના મિત્ર જાલુભા મનુભા પરમારને ફોન કરીને ઘટના વિશે પૂછ્યું ત્યારે તેઓએ જણાવ્યું હતું કે, વસંતભાઈ તથા વિનુભાઈ સાથે જાલુભા ટ્રક લઈને મહારાષ્ટ્ર ગયા હતા અને ત્યાંથી બોટાદ પરત જઈ રહ્યા હતા. આ સમયે રસ્તામાં વસંતભાઈને અમદાવાદના ઘાટલોડિયામાં રહેતા તેમના ભાઈ ભરતના ઘરે જવું હોવાથી વસંતભાઈએ ટોલનાકા ઉપર તેમને ઉતારવાનું કહેતા તેમને ઉતારીને અમે બોટાદ નીકળી ગયા હતા. તેમ જણાવ્યું હતું. જોકે પોલીસ તપાસમાં અકસ્માત અંગે શંકા ઉપજી હતી. જેને લઇને આ મામલામાં પોલીસે ટોલનાકાના સીસીટીવી ફૂટેજ – મોબાઈલ લોકેશન તેમજ અન્ય રીતે તપાસ કરતા જાલુભાની વાત અને હકીકતમાં વિરોધાભાસ જોવા મળ્યો હતો. જેથી પોલીસે જાલુભા અને વિનુભાઈની સઘન પૂછપરછ કરતા તેઓએ કબુલાત કરી હતી કે, મહારાષ્ટ્રથી પરત ફરતી વખતે વસંતભાઈએ ટ્રકમાં જ લઘુ શંકા કરી લીધી હતી. જેને લઈને વસંતભાઈ અને જાલુભા વચ્ચે બોલાચાલી અને મારામારી થઈ હતી. જેમાં જાલુભાએ વસંતભાઈને માથામાં લોખંડનો સળિયો મારતા તેઓનું મોત થયું હતું. બાદમાં હત્યાના પુરાવાનો નાશ કરવા માટે વસંતભાઈની લાશને વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે ઉપર ટ્રકની નીચે મૂકી, લાશ ઉપરથી ટ્રક ચઢાવી દઈ હત્યાના આ બનાવને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીઓની કબુલાત બાદ આ મામલે પોલીસે જાલુભા મનુભા પરમાર તેમજ વિનુભાઈ કલજીભાઈ ઘોરીયાની અટક કરી હતી. પોલીસે હત્યામાં વપરાયેલ લોખંડનો સળીયો પણ કબજે લીધો છે.

2022માં ખંભાતમાં થયેલા કોમી રમખાણ કેસમાં વધુ 16 આરોપીઓ ઝડપાયા

મહારાષ્ટ્ર ટ્રીપ પર ગયા હતા
આ અંગે નાયબ પોલીસ અધિક્ષક જે. એન.પંચાલે જણાવ્યું કે, ” 16/3/2023 રાતના 11 વાગ્યા થી 17/3/2023 સવારના 6 વાગ્યા દરમ્યાન વડોદરા થી અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર આંકલવાડી સીમ વિસ્તારમાં હાઈવે પર એક ડેડ બોડી મળી આવી હતી. અને તેના ઉપરથી અસંખ્ય વાહનો પસાર થઈ ગયા હતા. જેને લઈને એકદમ ચપાટ થઈ ગઈ હતી. આ ડેડ બોડી આઇડેન્ટીફાય કરતા આ ડેડ બોડી વસંતભાઈ વાસુભાઈ દવે ઉંમર વર્ષ 64 રહેવાસી અમદાવાદના હોવાનું જણાવ્યું હતું તેમના સંબંધી તેમના ભત્રીજા મનન દવે ફરિયાદ આપી હતી અને અનડિટેકટ ફેટલનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો. આ ગુનો અનડિટેકટ હોય જેથી જિલ્લા પોલીસ વડાએ મરનાર અમદાવાદનો હોય અને ડેડબોડી આંકલવાડી સીમમાં હાઇવે પર મળી આવેલ હોય જેથી તેનું ફેટલ છે એ સસ્પિસીઅસ હોવાનું જણાઈ આવતા આ ગુનો ડિરેકટ કરવા સૂચના આપી હતી. જે અનુસંધાને વાસદ પોલીસની ટીમે તપાસ હાથ ધરી હતી.. તપાસ દરમ્યાન મરણજનાર વસંતભાઇ વાસુદેવભાઇ દવે ટ્રક ઉપર કંડક્ટર તરીકે નોકરી કરતા હતા અને તેઓ જાલુભા મનુભા પરમાર તથા વિનુભાઇ કલજીભાઇ ધોરીયા સાથે ટ્રક નં – જીજે ૦૧ બી.વી, ૩૩૦૩ ઉપર મહારાષ્ટ્ર મુકામે ટ્રીપમાં ગયા હતા. તેવી હકીકત જણાતા, જાલુભા મનુભા પરમાર તથા વિનુભાઇ કલજીભાઇ ઘોરીયાની પુછપરછ હાથ ધરાઇ હતું. પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું કે મહારાષ્ટ્રથી પરત ફરથી વખતે મરણજનાર વસંતભાઇએ પોતાના ભાઇ અમદાવાદ રહેતા હોય તેઓના ધરે જવાનુ હોય તેઓને વડોદરા ટોલનાકા પાસે ઉતારેલા હતા તેવી હકીકત જણાવેલી. પરંતુ ટોલનાકા ના સી.સી.ટી.વી. ફુટેજ તેમજ મોબાઇલ લોકેશન તેમજ અન્ય ટેકનીકલ રીતે તપાસ કરતા જાલુભા તથા વિનુભાઇ બન્નેએ જણાવેલ વિગતોમાં વિરોધાભાસ જોવા મળ્ય તેમજ શંકા ઉપજાવે તેમ હોય અને આ બાબતે તેઓ બન્નેને કડકાઇથી પુછપરછ કરતા બન્ને ભાંગી ગયેલા અને ગુનાની કબુલાત કરતા જણાવ્યું કે , મહારાષ્ટ્ર થી પરત આવતી વખતે રસ્તામાં વસંતભાઇ વાસુદેવભાઇ દવેને પેન્ટમા પેશાબ થઈ ગયો હતો. જેથી વસંતભાઇ અને જાલુભા વચ્ચે બોલાચાલી અને મારામારી થયેલી જેમા જાલુભાએ વસંતભાઇ ને માથામા સળીયો મારતા વસંતભાઇ મારી ગયેલા જેથી જાલુભા તથા વિનુભાઇ એ પુરાવાનો નાશ કરવા માટે વસંતભાઇની લાશને વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે ઉપર ટ્રક નીચે મુકી લાશ ઉપરથી ટ્રક ચઢાવી બનાવને વાહન અકસ્માતનુ રૂપ આપી અને ખોટી વાર્તા ઘડી કાઢી હતી. જેને લઇને આ ગુનામા વપરાયેલ હથીયાર લોખંડનો સળીયો(આંકડો) તથા ટ્રક ન- જીજે ૦૧ બી.વી. ૩૩૦૩ ની કબજે કરી કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

    follow whatsapp