શક્તિસિંહ રાજપુત,અંબાજી: શક્તિ, ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી મંદિર 51 શક્તિપીઠમાં આદ્યશક્તિપીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર ઉપર નાના મોટા 358 સુવર્ણ કળશ લાગેલા હોઈ આ મંદિરને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે. અંબાજી મંદિરમાં માઈ ભક્તો વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે ત્યારે મારી ભક્તો માતાજીના ભંડારામાં દાન પણ કરતા હોય છે. 28 માર્ચના રોજ અંબાજી મંદિર ભંડાર સ્ટ્રોંગ રૂમમાં ભંડાર ગણતરી કરવામાં આવી હતી. જેમાં અંબાજી મંદિર ભંડારા અને ગબ્બર મંદિરભંડારાની આવક 50 લાખ રૂપિયા કરતાં વધુ નોંધાઈ હતી.
ADVERTISEMENT
ચૂંટણી પંચ આગામી અઠવાડિયામાં કરી શકે છે કર્ણાટક ચૂંટણીની જાહેરાત
અંબાજીમાં થઈ ભંડારાની ગણતરી
અંબાજી મંદિરમાં 21 માર્ચના રોજ ભંડાર ગણતરી કરવામાં આવી હતી ત્યારબાદ 22 માર્ચથી નવરાત્રી પર્વ શરૂ થયો હતો ત્યારે ભક્તો અંબાજી મંદિર અને ગબ્બર ખાતે માતાજીના દર્શન કરવા મોટી સંખ્યામાં આવ્યા હતા અને ભક્તો દ્વારા માતાજીના ભંડારામાં દાન પણ કરવામાં આવ્યું હતું, ત્યારે આજે 28 માર્ચના રોજ અંબાજી મંદિર ભંડાર કક્ષમાં સુરક્ષા કર્મીઓની હાજરીમાં મંદિર સ્ટાફ દ્વારા ભંડાર ગણતરી શરૂ કરવામાં આવી હતી. જે ગણતરી બપોર સુધી ચાલી હતી. જેમાં અંબાજી મંદિર ભંડારાની અને ગબ્બર ભંડારાની કુલ આવક 50 લાખ જેટલી નોંધાઈ હતી.
અતીક અહેમદને લઈને સાબરમતી જેલ આવી રહી છે પોલીસ, પ્રયાગરાજથી નિકળ્યો કાફલો
માઈ ભક્તોએ દાનનો ભંડારો છલકાવી દીધો
અંબાજી મંદિરમાં માઇ ભક્તો અવારનવાર માતાજીનો ભંડારો છલકાવી દેતા હોય છે. ત્યારે ચૈત્રી નવરાત્રી પર્વમાં પણ માઈ ભક્તો અંબાજી મંદિર ખાતે દર્શન કરવા મોટી સંખ્યામાં આવ્યા હતા. અંબાજી મંદિર અને ગબ્બર ખાતે પણ મોટી સંખ્યામાં દાન કર્યું હતું. જે કારણે અંબાજી મંદિરનો દાનનો ભંડારો છલકાઈ જવા પામ્યો હતો અને અધધ 50 લાખ 12 હજાર 825 રૂપિયાની આવક નોંધાઇ હતી. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા માહિતી આપવામાં આવી હતી.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT