અમદાવાદઃ અમદાવાદ સાયબર ક્રાઈમ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવા સંદર્ભની પોસ્ટ મુકનાર શખ્સની ધરપકડ કરી લીધી છે. આ શખ્સે ગત 25 માર્ચે સોશ્યલ મીડિયા પર પોસ્ટ મુકી હતી અને તેના બે જ દિવસમાં પોલીસે કાર્યવાહી કરીને તેને ઝડપી પાડયો છે.
ADVERTISEMENT
Ahmedabad: સટ્ટાકાંડ 2 નહીં 5 હજાર કરોડ કરતાં મોટું, EDએ ઝંપલાવતા IPLના સટ્ટોડિયાઓમાં ધ્રુજારી
જાહેર સુલેહ શાંતિનો ભંગ થતો હોવાનું પોલીસના ધ્યાને આવ્યું
અમદાવાદ સાયબર ક્રાઈમ દ્વારા બે દિવસ પહેલા સોશ્યલ મીડિયા પર નરેન્દ્ર મોદીને મારી નાખવા સંદર્ભની પોસ્ટ મુકનાર શેતલ લોલિયાણીને ઝડપી પાડ્યો છે. પોલીસે હવે તેની કડક પુછપરછ શરૂ કરી છે. પોલીસની તપાસ દરમિયાન ધ્યાનમાં આવ્યું હતું કે, આ શખ્સે ન માત્ર આ પોસ્ટ પરંતુ તેમાં જાહેર સુલેહ શાંતિનો ભંગ થતો હોય તેવું પણ તેમને તેના એકાઉન્ટ પરથી જોવા મળ્યું હતું. જેથી પોલીસે ટેક્નીકલ સર્વેલન્સને પગલે વધુ કાર્યવાહી હાથ ધરી તેને ઝડપી પાડ્યો છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT