અમદાવાદઃ અમદાવાદના છેવાડામાં આવેલા સનાથલ ખાતે એક વિચિત્ર ઘટના બની છે. નેપાળથી અહીં અમદાવાદમાં કમાવા આવેલા એક યુવાનને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. થયું એવું હતું કે તે સનાથલ ચોકડી પાસેના જીવણપુરા ગામમાંથી જઈ રહ્યો હતો. આ નેપાળી યુવક પાછળ રખડતા કુતરા પડ્યા ત્યારે તે ગભરાઈને એક મકાનમાં છૂપાઈ ગયો. લોકોએ સમજ્યું કે આ ચોર છે અને જાણે પોતે જ ન્યાયકર્તાઓ હોય તે રીતે આ યુવકને અધમુઓ થઈ જાય તેવો માર્યો. એટલો માર્યો કે આખરે તેનું મોત થઈ ગયું. યુવક મૃત્યુ પામતા લોકોએ તેની લાશ કેનાલ પાસે ફેંકી દીધી. જોકે સત્ય છુપાતું નથી. હવે પોલીસ આ ગામમાં યુવકની હત્યામાં કોણ કોણ શામેલ છે તેની તપાસ કરી રહી છે.
ADVERTISEMENT
અંકલેશ્વરમાં નરાધમ બાપે સગીરા પર દુષ્કર્મ, બે પત્નીના મોત થતા દીકરીને બનાવવા લાગ્યો હવસનો શિકાર
ઘટના શું બની હતી
લગભગ ચાર પાંચ દિવસ પહેલા નેપાળથી એક યુવાન અમદાવાદમાં રોજગાર માટે આવ્યો હતો. તે ચાંગોદર વિસ્તારમાં કામની શોધમાં હતો અને તેને નોકરી મળી પણ ગઈ. આ યુવાન નોકરીથી છૂટીને ચાલતો ચાલતો મોડી રાત્રે જઈ રહ્યો હતો ત્યારે જીવણપુરા ગામ પાસે તેને રખડતા કુતરા ભસ્યા અને તે કુતરાઓથી ડરીને ભાગ્યો. કુતરા પાછળ પડ્યા તો તે ત્યાંના એક ઘરમાં ઘૂસી ગયો. લોકોએ તેને પકડી પાડ્યો અને તેનું નામ ઠામ પુછવા લાગ્યા પણ આ યુવાનને ગુજરાતી આવડતી ન હતી એમાં તેણે પોતાની ભાષામાં વાત કરવાનું શરૂ કર્યું તો લોકો તેને ચોર સમજી બેઠા. જોત જોતામાં ગામના લોકો આવી ચઢ્યા અને તે યુવાનને માર મારવા લાગ્યા. એક બે નહીં પરંતુ એવો માર માર્યો કે તે સાવ બેભાન થઈ ગયો. લોકો તેને હોસ્પિટલમાં સારવાર માટે લઈ રિક્ષામાં લઈ જતા હતા પરંતુ રસ્તામાં જ તે મરી ગયો. ગામના લોકો ચિંતામાં પડી ગયા અને લાશ સગેવગે કરવાની તરકીબ રૂપે તેમણે તેની લાશ કેનાલ પાસે ફેંકી દેવાનું નક્કી કર્યું અને ફેંકીને રવાના થઈ ગયા.
મોદી સમાજ પર રાહુલ ગાંધીની ટિપ્પણી મામલે સુરત સેશન્સ કોર્ટ 23 માર્ચે ચુકાદો આપશે
સત્ય કેવી રીતે ન છૂપાઈ શક્યું?
નર્મદા કેનાલ પાસે લાશ તો લોકોએ ફેંકી દીધી પરંતુ હવે બિનવારસી લાશ મળી છે તેવી વર્ધી પોલીસને મળી. બીજા દિવસે જ્યારે પોલીસને જાણકારી મળી કે તુરંત કાર્યવાહી હાથ ધરતા યુવકની લાશનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું. જેમાં પ્રારંભીક ધોરણની તપાસમાં જ પોલીસને ખબર પડી ગઈ કે તેની હત્યા થઈ છે અને પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી દીધી. ત્યાં તપાસ દરમિયાન પોલીસને યુવક પર હુમલાનો વીડિયો મળ્યો જ્યાં હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો. પોલીસને જોકે હજુ આ યુવકની વધુ ઓેળખ મળી શકી નથી. યુવક અમદાવાદ નેપાળથી આવ્યો હતો અને હત્યા કરી તેની લાશ ફેંકી દેવાઈ હોવાના બે વીડિયો પોલીસને મળ્યા હોવાનું સામે આવી રહ્યું છે. હવે વીડિયોને આધારે પોલીસ આ ઘટનામાં વધુ કાર્યવાહી હાથ ધરશે.
ADVERTISEMENT