દર્શન ઠક્કર.જામનગરઃ ‘તારે મારી સાથે પ્રેમસંબંધ રાખવો છે કે કેમ’ તેવું કહી જામનગરમાં બળજબરીથી પ્રેમ સંબંધ રાખવા માંગતા રોમિયોએ કોલેજીયન યુવતી પર છરી વડે હુમલો કર્યો છે. લોહિલુહાણ હાલતમાં યુવતીને હોસ્પિટલમાં ખસેડાઈ છે. સુરત જેવો જામનગરમાં ગ્રીષ્મ હત્યા કાંડ થતા રહી ગયો છે. પોલીસે આ મામલામાં વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT
ટ્યુશન જતા આંતરી અને કર્યો હુમલો
જામનગરમાં રામેશ્વરનગર વિસ્તારમાં ગઈકાલે સાંજે ટ્યુશન જતી એક કોલેજીયન યુવતીને આંતરી લઈ બળજબરી પ્રેમીકા બનાવા માંગતા રોમિયોએ છરી વડે હુમલો કર્યો હતો. છરી મારીને યુવતીને લોહીલુહાણ કરી નાખતા સંનસનાટી મચી છે. ‘તારે મારી સાથે પ્રેમસંબંધ રાખવો છે કે કેમ’ એમ કહી રોમિયોએ હુમલો કર્યો હોવાની વિગતો પોલીસમાં જાહેર થઈ છે. આ બનાવના પગલે યુવતીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડી માથાના ભાગે પાંચ ટાકા સહિતની સારવાર લઈ તબીબોએ ભય મુક્ત કરી હતી.
મહુવા: બગદાણાના માતલપર ગામે તરખાટ મચાવનાર દીપડો પાજરે પુરાયો
લોકો એકત્ર થઈ જતા શખ્સ નાસી છૂટ્યો
જામનગરમાં યુવતી પર હુમલાની ઘટનાની વિગત મુજબ ગઈકાલે સાંજે રામેશ્વર નગર વિસ્તારમાં આવેલા કેપી શાહની વાડીમાં પોતાની બહેનપણી સાથે એકટીવા પર જતી એક યુવતીને અજય સરવૈયા નામના શખ્સ આંતરી હતી. એક્ટિવા ઊભું રખાવી આરોપી અજયે તેણીને પૂછ્યું હતું કે ‘તારે મારી સાથે પ્રેમસંબંધ બાંધવો છે કે કેમ ? જેના જવાબમાં યુવતીએ ના પાડતા ઉશ્કેરાયેલા શખ્સ પોતાની પાસે રહેલી છરી કાઢી યુવતી પર હુમલો કરી દીધો હતો. માથા અને કપાળના ભાગે છરી મારતા યુવતી લોહી લુહાણ થઈ હતી. આ બનાવના પગલે લોકો એકત્ર થઈ જતા આરોપી નાસી છૂટયો હતો. ત્યારબાદ યુવતીને જીજી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીના માથા પર પાંચ ટાંકા લેવા પડ્યા હતા. આ બનાવ અંગે યુવતીએ આરોપી અજય સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપીએ બળજબરી પ્રેમસંબંધ રાખવા માંગતો હોય અને તેણે ના પાડતા આ બનાવ બન્યો હોવાનું જાહેર થયું છે. આ બનાવના પગલે સીટી બી ડિવિઝન પોલીસ દફત્તરના સ્ટાફે આરોપીની શોધખોળ હાથ ધરી છે.
Stock Market: એક લાખનું રોકાણ એક કરોડનું થયું, ફાર્માસ્યુટિકલ કંપનીએ કરી કમાલ!
યુવતીએ ફરિયાદમાં જણાવ્યું કે, તેણી પોતાની ફોઇની દીકરીના એકટીવામાં પાછળ બેસી પોતાના ટયુશન કલાસમાં જતી હતી. ત્યારે આરોપીએ રસ્તામાં રોકી કહ્યું કે ‘તારે મારી સાથે પ્રેમ-સંબધ રાખવો છે કે કેમ ? તેમ કહેતા તેણીએ પ્રેમસંબંધ રાખવાની ના પાડતા આરોપી અજય સરવૈયા એકદમ ઉશ્કેરાઈ જઇ જેમ ફાવે તેમ અપશબ્દો બોલી છરી કાઢી હુમલો કરી ઈજા પહોંચાડી હતી. બનાવને પગલે પોલીસે વિવિધ કલમો હેઠળ શખ્સ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT