ખેડાઃ 40 ગર્ભવતી મહિલાઓએ યોગ કરી International Yoga Day ઉજવ્યો

હેતાલી શાહ.ખેડાઃ વિશ્વ યોગ દિવસ અને આજના દિવસની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી પરંતુ નડિયાદમાં યોગ દિવસની ઉજવણી ગર્ભવતી મહિલાઓ દ્વારા કરવામાં આવી. એક સાથે…

gujarattak
follow google news

હેતાલી શાહ.ખેડાઃ વિશ્વ યોગ દિવસ અને આજના દિવસની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી પરંતુ નડિયાદમાં યોગ દિવસની ઉજવણી ગર્ભવતી મહિલાઓ દ્વારા કરવામાં આવી. એક સાથે આશરે 40 જેટલી ગર્ભવતી મહિલઓએ યોગ કરી 9મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી.

ગર્ભાવસ્થા દરમિયાન નથી કરી શકાતા તમામ યોગ
ગુજરાત સહિત ઠેર ઠેર આજે 9મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામા આવી. પરંતુ ખેડા જીલ્લાના નડિયાદમા ગર્ભવતી મહિલાઓ દ્વારા યોગ દિવસની ઉજવણી કરાઈ. સામાન્ય રીતે ગર્ભાવસ્થા દરમિયાન માતા તમામ પ્રકારના યોગાસનો કરી શકતી નથી, તેઓએ તેમની સ્થિતિ અનુસાર યોગાસનો કરવા પડે છે. જેને ધ્યાનમા રાખી સંતરામ ગર્ભસંસ્કાર કેન્દ્ર ખાતે આશરે 40 જેટલી ગર્ભસ્ત માતા ધ્વારા સ્થિતી અનુસાર યોગ કરાયા. જેમા ગુજરાત યોગ બોર્ડના ટ્રેનર ફાલ્ગુનીબેન પટેલ દ્વારા યોગાસનો અને પ્રાણાયામ કરાવવામાં આવ્યા હતા.

ગુજરાતના 7 IAS ની બદલીઃ જાણો કયા અધિકારીને ક્યાં મળી બદલી

મહત્વનું છે કે, ગર્ભાવસ્થામાં માતાને વધારે પ્રાણ વાયુની જરૂર પડે છે. તેથી ગર્ભસ્થ માતા જો નિયમિત યોગ – પ્રાણાયામ કરે છે ,તો ગર્ભમાં બાળકનો શારીરિક અને માનસિક વિકાસ સારો થાય છે. બાળકની રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ વધે છે. માતાનું સ્વાસ્થય સારું રહે છે. અને પ્રસુતિ સરળતાથી થાય છે. ત્યારે યોગ યુક્ત રહો અને રોગ મુક્ત રહોના સુત્ર સાથે સંતરામ મંદિર સંચાલિત, સંતરામ મંદિરના મહંત રામદાસ મહારાજની પ્રેરણાથી, સંત નિર્ગુણદાસ મહારાજના સાનિધ્યમાં અને કો – ઓર્ડીનેટર રાહુલ દવેની આગેવાની હેઠળ ચાલતા સંતરામ ગર્ભ સંસ્કાર કેન્દ્ર તપોવનમાં 9 માં આંતરરાષ્ટ્રીય યોગદિવસ ઉજવણી કરવામાં આવી. આ સમયે ઉપસ્થિત સંત નિર્ગુણદાસ મહારાજે તપોવન દીકરીઓને યોગ દ્વારા કેવી રીતે માતા વિચારને સંયમ રાખી, મન શાંત, પ્રફુલ્લિત રાખી શકાય, તેના વિશે આશીર્વચન પાઠવ્યા અને ગર્ભસ્થ માતા અને શિશુનું જીવન યોગ યુક્ત રહે અને રોગ મુક્ત બને તેવા આશીર્વાદ પાઠવ્યા હતા.

    follow whatsapp