નીલેશ શીશાંગીયા.રાજકોટ: માત્ર રાજકોટ જ નહીં ગુજરાતમાં જ્યારથી ભણતર ધંધો બની ગયું છે ત્યારથી મોટા ભાગની ખાસ કરીને ખાનગી શાળાઓમાં બાળકોને શાળા આપે તે જ બુટ, તે જ યુનિફોર્મ, રેઈનકોટ, સ્વેટર, બુક્સ વગેરે લેવાની ફરજિયાત પણે ફરજ પાડવામાં આવે છે. આવું ન કરનાર વાલી કે વિદ્યાર્થી સામે એક્શન પણ લેવાયાની ઘટનાઓ છે અને આવું ઠેરઠેર હોવાથી હવે માં-બાપ લડી પણ શકતા નથી. જોકે આ કલ્ચરને કારણે રાજકોટની એક દીકરીનો જીવ ગયાના આક્ષેપ માતાએ કર્યા છે. રાજકોટની જસાણી સ્કૂલમાં આજે મંગળવારે અચાનક હૃદય બેસી જતા એક ધોરણ 8માં ભણતી વિદ્યાર્થિનીનું નિધન થયું છે.
ADVERTISEMENT
શાળાએ ઠંડીમાં સમયમાં ફેરફાર કેમ ન કર્યો?
કડકડતી ઠંડી છેલ્લા અમુક દિવસોથી પડી રહી છે ત્યારે રાજકોટની ઘણી સ્કૂલ્સ દ્વારા તો સવારે સાત વાગ્યાના બદલે આઠ વાગ્યાનો સમય વિદ્યાર્થીઓ માટે કરી નાખવામાં આવ્યો છે. ગઈકાલે અનેક સંસ્થાઓ દ્વારા પણ રાજકોટ ડીઈઓને સવારની શાળાના સમયમાં ફેરફાર કરવા રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ રાજકોટ ગોંડલ રોડ સ્થિત એવી જસાણી સ્કૂલમાં સમયમાં કોઈપણ ફેરફાર નથી કરવામાં આવ્યો, પણ અહીં મામલો આઠમાં ધોરણમાં ભણતી બાળકીના મૌત નો છે.
વિશેરા લઈ ફોરેન્સિક લેબમાં તપાસ
એવી જસાણી સ્કૂલમાં આઠમા ધોરણમાં ભણતી રિયા નામની વિદ્યાર્થીની આજે સ્કૂલ પર ભણવા આવી હતી. સ્કૂલની અંદર અચાનક બેભાન થઈ ઢળી પડી હતી. સ્કૂલ પ્રસાસન દ્વારા ઔપચારીક સારવાર બાદ તેના વાલીઓનો સંપર્ક કરી તેમને સ્કૂલ પર બોલાવાયા હતા ત્યાર બાદ વિદ્યાર્થીનીને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. તે દરમિયાન બાળકીનું મૌત થયું હતું. બાળકીનું મૌત કયા કારણે થયું છે તેની ઉપરથી પર્દો ઉચકવાનો બાકી છે પણ આ મામલે રાજકોટ પોલીસ સઘન તપાસ કરી રહી છે. પોલીસે વિશેરા લઇ ફોરેન્સિક લેબમાં મોકલ્યા છે મોતના કારણ ફોરેન્સિક રિપોર્ટ અને પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે, બાળકીના પરિવારજનો સ્કૂલ પ્રસાસન પર આક્ષેપ કરી રહ્યા છે. બાળકીના માતા કહી રહ્યા છે કે શાળામાં સવારે ઠંડીથી બાળકીનું મૃત્યુ થયું છે, શાળાનો સમય બદલાવી બીજા બાળકોની જિંદગી બચાવી શકાય છે. શાળા તેમના ખુદના સ્વેટર પહેરવા મજબૂર કરે છે જેથી બાળકો તેમાં ઠંડી જીલી શકે તેમ નથી.
ADVERTISEMENT