સંજયસિંહ રાઠોડ.સુરતઃ અંગદાનમાં સુરતમાં માનવીય અભિગમ ધરાવતા લોકોની ખોટ નથી. મૃત્યુ પછી પણ બીજાના જીવનમાં કઈ રીતે સારું કરી શકાય તે આવા ઘણા પરિવારોના સેવા યજ્ઞથી શક્ય બનતું આવ્યું છે. સુરતમાં આવા જ એક પરિવારે માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી. 53 વર્ષીય ઉષાબેન ઠક્કરના પરિવારે તેમના બ્રેઈનડેડ થયા પછી તેમના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો. BAPS પ્રમુખ સ્વામી હોસ્પિટલથી કિરણ હોસ્પિટલ લિવરને સમયસર પહોંચાડવા માટે સુરત શહેર પોલીસના સહકારથી ગ્રીનકોરીડોર બનાવામાં આવ્યો હતો. ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર સીટી તરીકે ખ્યાતી પામી રહ્યું છે.
ADVERTISEMENT
શું બન્યું હતું?
ધરણીધર બંગલો, ભીલડી, તા. ડિસા, જી. બનાસકાંઠા મુકામે રહેતા ઉષાબેન, સુરતમાં ચાર્ટડ એકાઉન્ટન્ટ તરીકે પ્રેક્ટીસ કરતા તેમના પુત્ર મુકેશને ત્યાં છેલ્લા એક મહિનાથી રહેવા આવ્યા હતા. ૧૧ જાન્યુઆરીના રોજ સવારે ૪ વાગ્યે ઉષાબેનને ખેંચ આવી વોમીટ થતા પરિવારજનોએ તેમને તાત્કાલીક BAPS પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં ન્યુરોસર્જન ડૉ. હસમુખ સોજીત્રાની સારવાર હેઠળ દાખલ કર્યા. નિદાન માટે CT સ્કેન કરાવતા મગજની લોહીની નસ ફાટી ગઈ હોવાનું નિદાન થયું હતું. ન્યુરોસર્જન ડૉ. હસમુખ સોજીત્રાએ સર્જરી કરી મગજની ફાટી ગયેલી નસનું ક્લીપીંગ કર્યું હતું.
જામનગર: જલારામ મંદિરમાં 111 જાતના રોટલા બન્યા, જુઓ Video
અંગદાનની પ્રક્રિયા સમજાવી
૧૬ જાન્યુઆરીના રોજ ન્યુરોસર્જન ડૉ.હસમુખ સોજીત્રા, ન્યુરોફીજીશિયન ડૉ.રોશન પટેલ, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ.ચેતન મહેતા, મેડીકલ એડમીનીસ્ટેટર ડૉ.પરસોત્તમ કોરડીયા, ડૉ.વિજેન્દ્ર સિંઘે ઉષાબેનને બ્રેઈનડેડ જાહેર કર્યા.BAPS પ્રમુખ સ્વામી હોસ્પિટલના ડૉ.મોનીક રાઠોડે ડોનેટ લાઈફના સ્થાપક પ્રમુખ નિલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી ઉષાબેનના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી.ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી ડૉ.મયુર ઠક્કર સાથે રહી ઉષાબેનના પતિ રમેશભાઈ, પુત્ર મુકેશ, જમાઈ જીગર, હિરેન, ઉપેન્દ્ર, ઠક્કર સમાજના અગ્રણી અલ્પેશભાઈ ઠક્કર તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને અંગદાનની સમગ્ર પ્રક્રિયા સમજાવી.
પતિએ કહ્યું અન્ય દર્દીઓને નવજીવન મળે છે તો આગળ વધો
ઉષાબેનના પતિ રમેશભાઈએ જણાવ્યું કે મારા પત્ની બ્રેઈનડેડ છે અને તેમનું મૃત્યુ નિશ્વિત જ છે. શરીર તો બળીને રાખ જ થઇ જવાનું છે, ત્યારે તેમના અંગોનું દાન કરાવીને ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવુંજીવન આપવા માટે આપ આગળ વધો. ઉષાબેનના પરિવારમા પતિ રમેશભાઈ ભીલડીમાં કાપડની દુકાન ધરાવે છે. પુત્ર મુકેશ સુરતમાં ચાર્ટડ એકાઉન્ટન્ટ તરીકે પ્રાઇવેટ પ્રેક્ટીસ કરે છે. ત્રણ પુત્રીઓ નીતા, મિતલ અને મનીષા પરણીત છે.પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા State Organ and Tissue Transplant Organization (SOTTO) નો સંપર્ક કરવામાં આવ્યો. SOTTO દ્વારા લિવર સુરતની કિરણ હોસ્પિટલને અને બંને કિડની અમદાવાદની IKDRC ને ફાળવવામાં આવી. લિવર અને કિડનીનું દાન સુરતની કિરણ હોસ્પિટલના ડો. રવિ મોહન્કા, ડો.પ્રશાંથ રાવ, ડો. ધર્મેશ ધનાણી, ડો. મુકેશ આહિર અને તેમની ટીમે સ્વીકાર્યું. ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુબેંકના ડો. પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું.
આમ આદમી પાર્ટી એક્શન મોડમાં, જાણો કોને કોને સોંપી મહત્વની જવાબદારી
86 ગ્રીન કોરીડોર બનાવાયા
દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ જુનાગઢ રહેવાસી ૪૦ વર્ષીય વ્યક્તિમાં સુરતની કિરણ હોસ્પિટલમાં કરવામાં આવી રહ્યું છે. જયારે કિડનીઓનું ટ્રાન્સપ્લાન્ટ બે જરૂરિયાતમંદ દર્દીઓમાં અમદાવાદની IKDRCમાં કરવામાં આવશે. BAPS પ્રમુખ સ્વામી હોસ્પિટલથી કિરણ હોસ્પિટલ લિવરને સમયસર પહોંચાડવા માટે સુરત શહેર પોલીસના સહકારથી ગ્રીનકોરીડોર બનાવામાં આવ્યો હતો. ઉલેખ્ખનીય છે કે કિડની, લિવર, હ્રદય, ફેફસા, હાથ જેવા મહત્વના અંગો દેશના જુદા જુદા શહેરોમાં સમયસર પહોંચાડવા માટે સુરત પોલીસ દ્વારા અત્યાર સુધી ૮૬ ગ્રીનકોરીડોર બનાવવામાં આવ્યા છે. ઉષાબેનના, જમાઈ જીગર, હિરેન, ઉપેન્દ્ર, મારવાડી લોહાણા સમાજના અગ્રણી અલ્પેશભાઈ ઠક્કર, ડૉ.મયુર ઠક્કર તેમજ પરિવારના અન્ય સભ્યો, ન્યુરોસર્જન ડૉ.હસમુખ સોજીત્રા, ન્યુરોફીજીશિયન ડૉ.રોશન પટેલ, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ. ચેતન મહેતા, મેડીકલ એડમીનીસ્ટેટર ડૉ.પરસોત્તમ કોરડીયા, ડૉ.વિજેન્દ્ર સિંઘ, ડો. મનીષ વઘાસીયા, BAPS પ્રમુખ સ્વામી હોસ્પિટલના સંચાલકો અને સ્ટાફ, ડોનેટ લાઈફના ટ્રસ્ટી હેમંત દેસાઈ, પ્રશાંત પાટીલ, સંજય ટાંચક, અર્જુન ત્રિવેદી, પ્રોગ્રામ ઓફિસર સુભાષ જોધાણી અને નિહીર પ્રજાપતિનો સહકાર આ કાર્યમાં સાંપડ્યો હતો.
સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા કુલ ૧૦૬૯ અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું છે જેમાં ૪૪૮ કિડની, ૧૯૨ લિવર, ૮ પેન્ક્રીઆસ, ૪૩ હૃદય, ૨૬ ફેફસાં, ૪ હાથ અને ૩૪૮ ચક્ષુઓના દાનથી કુલ ૯૮૨ વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.
ADVERTISEMENT