નવસારીઃ નવસારીના ભેરવી ગામ પાસેથી વહેતી નદીમાં ન્હાવા પડેલા બે બાળકોના મોત નિપજ્યા છે. ભેરવી ગામ પાસેથી વહેતી ઔરંગા નદીમાં ન્હાવા માટે પડેલા બંને બાળકો પાણીમાં ડુબી ગયા હતા. જેના કારણે તેમના મોત નિપજ્યા છે. આ ઘટનાની જાણ થતા ગ્રામજનો નદી કાંઠે દોડી આવ્યા હતા. સ્થાનીક તરવૈયાઓની મદદ લઈને બંને બાળકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જેમાં બંને બાળકો મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. બનાવને લઈને ગામાં માતમનો માહોલ છવાઈ ગયો હતો.
ADVERTISEMENT
રાજ્યમાં કોરોનાએ ફરી માર્યો ફૂંફાડો, જાણો કેટલા કેસ નોંધાયા
નદી કિનારે પડ્યા હતા બાળકોના કપડા
નવસારીના ભેરવી ગામ પાસેથી ઔરંગા નદી પસાર થાય છે. આજે બુધવારે બપોરે અહીં 12 વર્ષના જૈનમ પટેલ અને મયંક પટેલ ન્હાવા માટે આવ્યા હતા. અહીં તેમના નદી કિનારેથી કપડા મળી આવ્યા હતા જેના પરથી અંદાજ આવી રહ્યો હતો કે બાળકો અહીં ન્હાવા માટે આવ્યા હતા. તે વખતે બંને બાળકો કોઈક અકસ્માતે અહીં ડૂબી ગયા હતા. જોકે આ મામલે જ્યારે જાણકારી મળી ત્યારે ગામના લોકો નદી કિનારે દોડી આવ્યા હતા. ગામના લોકો જ્યારે અહીં પહોંચ્યા ત્યારે તેમને બંને બાળકો દેખાયા નહીં. આખરે સ્થાનીક તરવૈયાઓની મદદ લેવાનું નક્કી કર્યું. બંને બાળકોને શોધવા માટે સ્થાનીક તરવૈયાઓ પાણીમાં ઉતર્યા થોડા કલાકોમાં તેમણે બાળકોને શોધી કાઢ્યા હતા. જોકે બંને બાળકો મૃત અવસ્થામાં મળી આવ્યા હતા.
IPLમાં રોહિત શર્મા લેશે આરામ તો કોણ કરશે સુકાની? મુંબઈ ટીમના કોચે આપ્યું મોટું નિવેદન
પોલીસ અને મામલતદાર પણ દોડી આવ્યા
ન્હાવા પડેલા બંને બાળકોના મૃતદેહને સ્થાનીક તરવૈયાઓએ બહાર કાઢ્યા હતા. આ ઘટનાની જાણકારી મળતા ખેરગામ પોલીસ અને મામલતદાર પણ સ્થળ પર પહોંચી ગયા હતા. કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બે બાળકના એક જ દિવસે મોત થતા ભેરવી ગામમાં માતમ છવાઈ ગયો હતો.
(ઈનપુટઃ રોનક જાની, નવસારી)
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT