દર્શન ઠક્કર.જામનગરઃ જામનગરમાં સંત જલારામ બાપાના ભકતોની સંખ્યા ખૂબ મોટી હોઈ ત્યારે ગુજરાતના દરેક શહેરમાં જલારામ મંદિર છે અને મોટા ભાગના મદિરમાં રોટલા ખીચડીનું સદાવ્રત ચાલુ હોય છે. આવું જ એક સદાવ્રત જામનગરના જલારામ મંદિરમાં હતું. જે જોઈને ભલભલા ગુજરાતીઓની આંખો પહોળી રહી જાય. અહીં આશ્ચર્ય વચ્ચે 111 જાતના રોટલાઓનું અન્નકુટ રાખવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
શાહજહાંએ તાજમહેલ બનાવ્યો, વલસાડમાં પત્ની યાદમાં પતિએ લાઇબ્રેરી બનાવી
આ યાદગીરીમાં બનાવાયા 111 રોટલા
17 જાન્યુઆરી 1820 ના સંત જલારામ બાપા વીરપુરમાં અન્નક્ષેત્ર સારૂ કર્યું હોય તેની યાદમાં જામનગરનાં જલારામ મંદિર હાપા ખાતે 17 જાન્યુઆરીના રોજ 111 પ્રકારના રોટલાનો અન્નકુટ રાખવામાં આવ્યો છે. રાગી, મકાઈ, જુવાર, બાજરા, મેથી સહિત 111 અલગ અલગ પ્રકારના રોટલા બનાવી 4 થી 8ના સમય દરમિયાન જલારામ ભકતોના દર્શન અર્થે રાખવામાં આવ્યા હતા અને ત્યાર બાદ અન્નક્ષેત્રમાં આવેલા ભક્તોને આ રોટલા ખવડાવવામાં આવ્યા હતા.
ADVERTISEMENT