અમદાવાદઃ IND Vs NZ 3rd T20 મેચમાં ભારતે ન્યૂઝિલેન્ડ સામે વિજય મેળવ્યો હતો. જે પછી ભારતે સીરીઝ પોતાના નામે કરી હતી. આજે બુધવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મેચમાં ટોસ જીતીને ભારતીય ટીમે બેટિંગ પહેલા કરતા 4 વિકેટના નુકસાને 234 રન બનાવ્યા હતા. ટીમના માટે શુભમન ગિલે 63 બોલ પર 126 રનની તૂફાની બેટિંગ કરી હતી. ગિલ ઉપરાંત રાહુલ ત્રિપાઠીએ 22 બોલમાં 44 રન અને હાર્દિક પંડ્યાએ 17 બોલમાં 30 રન કર્યા હતા.
ADVERTISEMENT
જયસુખ પટેલના મોરબી બ્રિજ ઘટનામાં કોર્ટે 7 દિવસના રિમાન્ડ આપ્યા, ‘જયસુખને ખબર જ હતી’
1-1થી સીરીઝમાં કરી હતી બરાબરી
કીવી ટીમ સામે જીત માટે 235 રનનો ટાર્ગેટ ભારતે મુક્યો હતો, પરંતુ મહેમાન ટીમ 12.1 ઓવરમાં જ 66 રન પર ઢેર થઈ ગઈ હતી. આપને અહીં જણાવી દઈએ કે આ અગાઉ મેચ રાંચીમાં રમાઈ હતી. જેમાં ન્યૂઝિલેન્ડે 21 રનના અંતરથી જીત મેળવી હતી. તે પછી બીજી મેચ લખનઉમાં રમાઈ હતી. જેમાં ભારતે 6 વિકેટથી જીત નોંધાવીને સીરીઝમાં 1-1ની બરાબરી કરી દીધી હતી.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT