અમદાવાદઃ ગુજરાતમાં હેલમેટના નિયમોનું છેલ્લા કેટલાક સમયથી જાણે સાવ નેવે મુકી દેવાયા હોય તેવી રીતે ક્યાંક છૂટા છવાયા પાલન અને અમલવારી દેખાઈ રહી છે. કોર્ટે આ બાબતને નોંધી છે અને કહ્યું છે કે વાહન ચાલક જ નહીં પાછળ બેસનાર માટે પણ હેલમેટ ફરજિયા હોવાનો કાયદો તો છે પણ ગુજરાત સરકાર યોગ્ય અમલવારી કરાવતી નથી. ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, બોટાદ, આણંદ જેવા શહેરોમાં બેફામ રીતે હેલમેટના નિયમોનું પાલન થતું ન હોવાનું ચીફ જસ્ટિસના ધ્યાને આવતા કોર્ટ સ્વયં સંજ્ઞાન લઈ શકે છે તેવી ટકોર પણ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
મુસ્લિમ વિરોધી છબી કેમ બદલવા માગે છે BJP? PM મોદીએ કહ્યું તેમને મળો
કોર્ટ આકરી થઈ
ઉલ્લેખનીય છે કે આજે ગુજરાતમાં ઠેરઠેર ટુ વ્હીલર્સ છે અને તેનો વપરાસ પણ રોજીંદો બન્યો છે. લોકોને માર્ગ અકસ્માતના સમયે રક્ષણ આપતા હેલમેટને ફરજિયાત કરવામાં આવ્યું ત્યારથી આ નિયમ વિવાદો વચ્ચે રહ્યો છે. ઘણી વખત તેમાં છૂટછાટો પણ આપવામાં આવી તો ઘણી વખત કડક અમલવારી કરતી પોલીસ પણ આપણે જોઈ છે. જોકે નવું નવું નવ દ્હાડા, બસ તેમ શરૂ શરૂમાં મોટો ઉહાપોહ જોવા મળે, લોકો હેલમેટની દૂકાનો કે વિક્રેતાઓ પાસે દોટ લગાવીને હેલમેટ ખરીદવા લાઈનમાં આવી જાય અને પછી અમલવારી ઢીલી પડી જાય. આવું થતું આવ્યું છે અને તેના આપણે સહુ સાક્ષી છીએ. હાલમાં ગુજરાત હાઈકોર્ટ આકરી થઈ છે કારણ કે માર્ગ સલામતીને લઈને લેવામાં આવેલા હેલમેટના નિયમની હવે અમલવારી ભાગ્યે જ ક્યાંક જોવા મળે છે. સિગ્નલ તોડવા, રોંગ સાઈડ પર વાહન ચલાવવું વગેરે જેવા ટ્રાફિકના નિયમો પણ તોડતા લોકોને જરા સંકોચ થતો નથી.
ADVERTISEMENT