બનાસકાંઠાઃ ગુજરાતમાં નકલી ચીજોના બજાર ધમધમી ઉઠ્યા છે. જે વસ્તુ લો તેનું ક્યાંકને ક્યાંક નકલી બનતુ થઈ ગયું છે. હાલમાં જ નકલી દૂધ, નકલી પનીર, નકલી બિયારણની બુમો ઉઠી રહી છે ત્યારે ખરેખરમાં જ્યારે કૃષિ વિભાગે બનાસકાંઠામાં કાર્યવાહી હાથ ધરી ત્યારે ડુપ્લીકેટ બિયારણનો મોટો જથ્થો હાથ લાગ્યો છે. આ ઉપરાંત કેટલીક જતુનાશક દવાનોએ પણ વિભાગના અધિકારીઓ દ્વારા જપ્ત કરવામાં આવી છે. 307 ડિલર્સને ત્યાં સેમ્પલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. તપાસ હાથ ધરવામાં આવતા અચાનક બનાસકાંઠાનો માહોલ જ અલગ બની ગયો હતો. કૃષિ ઉત્પાદનો સાથે જોડાયેલાઓ પૈકીના ગોરખધંધાઓ કરતા શખ્સોમાં આ કારણે ફફડાટ ફેલાયો હતો.
ADVERTISEMENT
અમદાવાદમાં ‘ધ કેરલા સ્ટોરી’ને પણ ટક્કર મારે તેનો લવ જેહાદનો કિસ્સો, વાંચીને કાળજુ કંપી ઉઠશે…
6600 કિલો બિયારણ કર્યું જપ્ત
બનાસકાંઠા જિલ્લામાં ખાતર બિયારણની દુકાનો પર આજે શુક્રવારે કૃષિ વિભાગ દ્વારા દરોડા કરવામાં આવ્યા હતા. ડુપ્લીકેટ અને ભેળશેળ યુક્ત ખાતર, બિયારણ અને જંતુનાશકો અંગેની વિગતો મળતા વિભાગ દ્વારા એક્શન મોડ શરૂ કરવામાં આવ્યો હતો. અધિકારીઓએ આ કાર્યવાહી દરમિયાન 6600 કિલો બિયારણ અને 25 લીટર જંતુનાશક દવાનો જથ્થો જપ્ત કર્યો હતો. આ ઉપરાંત 307 ડિલર્સને ત્યાં પણ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં જંતુનાશક દવાઓ એને બિયારણના 59 સેમ્પલ્સ પરીક્ષણ માટે લેવામાં આવ્યા હતા. વેપારીઓમાં આ દરોડાઓને કારણે રીતસરનો ફફડાટ જોવા મળી રહ્યો હતો.
(ઈનપુટઃ ધનેશ પરમાર, બનાસકાંઠા)
ADVERTISEMENT