રાજકોટઃ રાજકોટમાં ચકચારી 150 ફૂટ રિંગ રોડ પર થયેલા અકસ્માતની ઘટનામાં અકસ્માત બાદ યુવક જે ખાડામાં પડ્યો હતો તે ખાડો જ યુવકના મોતનું કારણ બન્યો હોવાનું સામે આવી રહ્યું છે. આ અકસ્માતના હવે સીસીટીવી સામે આવ્યા છે જેમાં બેધ્યાન પણે રોડની વચ્ચેની તરફ વાહન લઈને જતો એક બાઈક ચાલક અને તે દરમિયાન રોડ પર ઝડપથી પસાર થઈ રહેલો આ યુવાન બંને વચ્ચે અકસ્માત થતો જોઈ શકાય છે. આ અક્સમાત બાક યુવક ઝટકા સાથે તે ખાડામાં પડે છે. જેમાં તેને ગંભીર ઈજાઓ થાય છે. આ ઘટનામાં યુવકનું મૃત્યુ નિપજ્યું છે. બનાવ સંદર્ભે પોલીસે અકસ્માતને મોતનો ગુનો નોંધી વધારે કાર્યવાહી કરી છે. પોલીસે આ ઘટનામાં સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધ્યો છે.
ADVERTISEMENT
અમદાવાદમાં પૂર્વના અનેક વિસ્તારમાં વરસાદ, ઈસનપુરમાં સમુહલગ્નમાં ભોજનની થાળી સાથે મહેમાનો ભાગ્યા
ખાડો કોણે ખોદયો, કેમ ન્હોતા બેરિકેટ?
રાજકોટમાં ગત રોજ મહાનગરપાલિકાના બે જવાબદાર વલણને કારણે એક જીવ ગયો છે. ખાડા ખોદી તેને જેમ તેમ મુકી દેનારા તંત્રના કારણે એક પિતાએ પુત્ર અને પરિવારે એક સદસ્ય ગુમાવ્યું છે. પોલીસે આકરી કલમ હેઠળ આ કેસમાં ગુનો નોંધ્યો છે. પોલીસે તેમાં કલમ 304 મુજબ કેસ દાખલ કર્યો છે. ખાડો કોણે કર્યો હતો, તેનું સુપરવિઝન કોનું હતું, કેમ ન્હોતા બેરિકેટ, કોની જવાબદારી હતી વગેરે મામલે તપાસ શરૂ થઈ છે. ઘટનામાં મૃત્યુ પામેલા યુવકનું નામ હર્ષ અશ્વિનભાઈ ઠક્કર હતું. એકનો એક જુવાન જોધ દિકરો હોવાને કારણે પરિવારમાં આ ઘટનાનો આઘાત કેટલો હશે તેની કલ્પના માત્ર ધ્રુજાવી દેનારી છે. વૃદ્ધ માવતરની જાણે લાઠી છીનવાઈ હોય તેવી સ્થિતિ છે.
રાજકોટમાં ડૉ.શોભા મિશ્રાનો મૃતદેહ રહસ્યમય રીતે તેમના ઘરમાંથી મળી આવ્યો, ઉઠયા અનેક સવાલ
પુત્ર ન રહ્યાનું જાણતા જ પિતાને છાતીમાં થયો દુઃખાવો
ઉલ્લેખનીય છે કે જ્યાં અકસ્માત થયો ત્યાં ખાડા આસપાસ બેરીકેડ પણ લગાવાયેલા ન હતા. કદાચ બેરિકેડ હોત તો શક્ય હતું કે યુવકનો જીવ ન ગયો હોત. હર્ષ પોતાની નોકરી પર જવા નિકળ્યો હતો અને ત્યારે રસ્તામાં ટ્યુબ ફાટી ત્યારે તે નવી ટ્યુબ નખાવા રોકાયો હતો. તે દરમિયાન તેણે પિતાને ફોન કર્યા હતા પરંતુ તેમણે રિસિવ કર્યો ન હતો. થોડી વાર પછી અજાણ્યા નંબર પરથી પિતાને કોલ આવ્યો કે તમારા દિકરાનો અકસ્માત થયો છે. પિતા જ્યારે સ્થળ પર પહોંચ્યા ત્યારે 108 એમ્બ્યુલન્સ ત્યાં હાજર હતી અને ડોક્ટરે કહી દીધું કે જીવ રહ્યો નથી. જે સાંભળી પિતાને પણ છાતીમાં દુઃખાવો શરૂ થઈ ગયો હતો અને તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
(ઈનપુટઃ નીલેશ શિશાંગિયા, રાજકોટ)
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT