અમદાવાદઃ અમદાવાદના સોલા વિસ્તારમાં એક યુવકે આપઘાત કરી લીધો હતો તે કેસમાં પોલીસ તપાસ દરમિયાન કેટલાક સ્ફોટક ખુલાસાઓ સામે આવ્યા છે. યુવકને અશ્લીલ વીડિયો બતાવીને તેને બ્લેકમેઈલ કરવામાં આવતો હતો. આ બ્લેકમેઈલિંગ સાથે શખ્સો તેની પાસેથી રૂપિયા 8 લાખ માગતા હતા. પોલીસે આ શખ્સોને દબોચી લઈને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT
પોલીસની મદદ લેવાથી મળી શક્તી હતી મદદ
હાલમાં ન્યૂડ વીડિયો કોલ કરી લોકોને ફસાવવાનું જબ્બર કૌભાંડ ચાલી રહ્યું છે. જેમાં વ્યક્તિ વીડિયો કોલ ઉપાડે કે તેની સાથે તેને અભદ્ર વીડિયો બતાવવામાં આવે અને તે સમગ્ર કોલ એક તરફ રેકોર્ડ પણ થઈ રહ્યો હોય તેમાં પીડિત વ્યક્તિની તસવીર સાથે ન્યૂડ વીડિયો કોલનું રેકોર્ડિંગ થઈ જતું હોય છે. જે પછી આ ગેંગ દ્વારા જે તે વ્યક્તિને બ્લેકમેઈલ કરીને તેની પાસેથી રૂપિયા ખંખેરવામાં આવતા હોય છે. ઘણી વખત તો આ ગેંગનો જ કોઈ સભ્ય પોલીસ અધિકારી, સીબીઆઈ, ક્રાઈમ બ્રાન્ચ વગેરે જેવા અધિકારી કે કર્મચારી હોવાની ઓળખ આપીને પણ ડરાવતા ધમકાવતા હોય છે જેથી વ્યક્તિ તુરંત રૂપિયા આપવા માની જાય. જોકે આ ગેંગ એક વખત રૂપિયા મળ્યા પછી પણ પીછો છોડતી હોતી નથી. આ જ વીડિયોને લઈને વ્યક્તિને ઘણી વખત વારંવાર બ્લેકમેઈલ કરવામાં આવતો હોય છે. આવું જ કાંઈક અમદાવાદના સોલા વિસ્તારમાં એક યુવક સાથે બન્યું હોવાનું સામે આવ્યું છે. જોકે આ યુવકે બદનામીના ડરથી આપઘાત કરી લીધો હોવાનું પ્રારંભીક ધોરણે માનવામાં આવી રહ્યું છે. પરંતુ જો આ ઘટનામાં યુવકે પોલીસની મદદ લીધી હોત તો કદાચ આજે તે જીવીત હોત અને આરોપીઓને પોતાની આંખે કાયદાનો પાઠ ભણતા પણ જોયા હોત.
ડમીકાંડમાં પકડાયેલા શિક્ષક સામે કાર્યવાહીઃ વિપુલ તુલસીદાસને કરાયો સસ્પેન્ડ
યુવકના મૃત્યુ પછી પણ બ્લેકમેઈલિંગના કોલ્સ આવતા
અમદાવાદના સોલા વિસ્તારના એક યુવકના આપઘાતની ઘટનામાં પોલીસ તપાસ દરમિાયન ઘણી બધી બાબતો સામે આવી છે. યુવકને ઓનલાઈન ન્યૂડ વીડિયો કોલ કરીને તેનું સ્ક્રિન રેકોર્ડિંગ કરી લેવાયું હતું. જે પછી તેને બ્લેકમેઈલ કરી તેની પાસેથી એક ગેંગ રૂપિયા પડાવતી હતી. જોકે યુવકના મૃત્યુ પછી પણ તેના ફોન પર બ્લેકમેઈલિંગને લગતા ફોન કોલ્સ આવતા હતા. જેના પગલે પરિવારે તેની જાણકારી પોલીસને આપી હતી. પોલીસે ભરતપુરના મેવાત ગેંગના સભ્યો હોવાનું માલુમ પડતા જ કાર્યવાહી હાથ ધરી અને આ કેસમાં અંસાર મેવ તથા ઈર્શાદ મેવ બ્લેકમેઈલ કરતા હોવાનું પણ શોધી કાઢ્યું હતું. આ યુવકે લાખો રૂપિયાના બ્લેકમેઈલિંગથી અને સમાજમાં પોતાની છબી ખરડાવાની બીકને કારણે ફાંસો ખાલી લઈ આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું હતું.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT