અમદાવાદઃ આજકાલ ટેક્નોલોજીના માધ્યમથી ગુનાઓ થવાની સંખ્યા એના વપરાશમાં થતા વધારાની જેમ સતત વધી જ રહી છે ત્યારે ટેકનોલોજીમાં થતો પ્રેમ પણ કેટલો ટુંકો અને ઝડપી અંત લાવનારો બની જતો હોય છે તેની તાજી ઘટના અમદાવાદમાં ઘટી છે. જેને લઈને માતા પિતાએ પણ સતર્ક રહેવાની જરૂર ઊભી થઈ છે. અમદાવાદમાં એક કિશોર વયની છોકરીને પબ્જી ગેમ રમતા રમતા જુનાગઢના એક યુવક સાથે મિત્રતા થઈ ગઈ અને બાદમાં આ મિત્રતામાં યુવકે સગીરા સાથે દુષ્કર્મ કર્યું અને તેની પાસેથી રૂપિયા 62 હજાર પણ પડાવી લીધા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમદાવાદના ખોખરા પોલીસ મથકે આ મામલે ફરિયાદ નોંધાઈ છે ત્યારે પોલીસે પણ આ ઘટનામાં વધારે તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT
દુષ્કર્મ બાદ વીડિયો બનાવી લીધો
ઘટના એવી બની છે કે, અમદાવાદના ખોખરા વિસ્તારમાં રહેતી એક કિશોર વયની છોકરીને પબ્જી ગેમ રમવાનો શોખ હતો. તે પબ્જી રમતા રમતા જુનાગઢના એક યુવકના પરિચયમાં આવી હતી. આ યુવક સાથેની વાતચિત દરમિયાન બંને વચ્ચે મિત્રતા બંધાઈ ગઈ હતી. આ યુવકે પછીથી કિશોરી સાથે દુષ્કર્મ આચર્યું અને પછી તેની પાસેથી રૂપિયાની માગણી પણ કરી હતી. યુવકે કુલ તેની પાસેથી 62 હજાર જેટલા રૂપિયા પડાવી લીધા હતા. આ મામલે ખોખરા પોલીસ મથકે ફરિયાદ પણ નોંધવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર યુવકે દુષ્કર્મ આચરી કિશોરીનો વીડિયો પણ બનાવી લીધો હતો. મામલાની ગંભીરતા જાણી પોલીસે આ મામલે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ લેતા યુવકી ધરપકડની તજવીજ શરૂ કરી છે.
ADVERTISEMENT