અમરેલીઃ અમરેલીમાં અવારનવાર વન્ય પ્રાણીઓની પજવણીની ઘટનાઓ સામે આવી ચુકી છે ત્યારે હાલમાં એક ચોંકાવનારી ઘટના બનતા બનતા રહી ગઈ હતી. વનવિભાગની સતર્કતાને પગલે આજે સાવરકુંડલામાં ઘાતક હથિયારો સાથે શખ્સો વન્ય પ્રાણીઓના શિકાર કરવાના હતા કે ત્યારે જ ટીમ ત્રાટકી અને શિકાર થઈ શક્યો ન હતો. સાવરકુંડલાના અમૃતવેલ વિસ્તારમાંથી જામગરી બંદૂક બનાવવાનો સામાન, કુહાડી જેવા ઘાતક હથિયારો મળી આવતા ચકચાર મચી ગઈ છે.
ADVERTISEMENT
ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી સુરતના તંત્ર સામે આંદોલન કરશે? જાણો કેમ
શિકારીઓ હાથમાંથી છટકી ગયા
અસામાજિક તત્વો વન્ય પ્રાણીઓના શિકાર કરવા શેમરડી, ડુંગર બાદ સાવરકુંડલા પંથકમાં સક્રિય થઈ રહ્યા છે. જે અંગે વન વિભાગ પણ એલર્ટ મોડ પર છે. સાંવરકુંડલાના અમૃતવેલ વિસ્તારમાં નિલગાયને મોતને ઘાટ ઉતારી શિકાર કરવામાં આવ્યો હતો. સાવરકુંડલા વન વિભાગના રેન્જ આરએફઓ પ્રતાપ ચાંદુની ટીમ ત્રાટકતા શિકારી ટોળકીમાં નાસભાગ મચીગઈ હતી. જોકે શિકારીઓ વન વિભાગના હાથમાં આવી શક્યા ન હતા. બે આરોપી સતાર કાળુ મોરી અને સુલતાન રહેમાન લાડક બંને સાંવરકુંડલા શહેરના જ રહેવાસી છે તેઓ બંને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. વન વિભાગની ટીમ દ્વારા બંનેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
(ઈનપુટઃ હિરેન રાવિયા, અમરેલી)
ADVERTISEMENT