અમદાવાદમાં એક લૂંટારુ ફાયરિંગ કરી આંગડિયા પેઢીના બે કર્મચારી પાસેથી 26 લાખનો થેલો લઈ ગયો

અમદાવાદઃ અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આજે કેટલાક શખ્સો દ્વારા 26 લાખ જેટલી માતબર રકમની લૂંટ કરાઈ હોવાની ઘટના બની છે. મંગળવારે સાંજે બનેલી આ ઘટનામાં શખ્સોએ…

gujarattak
follow google news

અમદાવાદઃ અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આજે કેટલાક શખ્સો દ્વારા 26 લાખ જેટલી માતબર રકમની લૂંટ કરાઈ હોવાની ઘટના બની છે. મંગળવારે સાંજે બનેલી આ ઘટનામાં શખ્સોએ ફાયરિંગ કરીને 26 લાખ રૂપિયા લૂંટી લીધા છે. આ ઘટનમાં આંગડિયા પેઢીના કર્મચારીઓ લૂંટાયા હોવાનું હાલ સામે આવી રહ્યું છે અને આ રૂપિયા પણ આંગડિયા પેઢીના હોવાનું સામે આવી રહ્યું છે. 26થી 28 લાખની લૂંટ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો.

ગાંધીનગર ખાતે પૂર્વ ધારાસભ્ય કાઉન્સિલની મળી બેઠક, સરકાર સામે લડી લેવા રણનીતિ ઘડી

જાણે પહેલાથી જ રાહ જોઈને બેઠો હતો લૂંટારુ
અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલા સરદાર એપાર્ટમેન્ટ પાછળ કાચની મસ્જીદ પાસે એક લૂંટની ઘટના ઘટી છે. મંગળવારે સાંજે ઘટેલી આ ઘટનામાં 26 લાખ રૂપિયા સાથે જતા આંગડિયા પેઢીના કર્મચારીઓ પર ફાયરિંગ કરી તમામ રૂપિયા લઈ ગયા હોવાનું હાલ પ્રારંભીક ધોરણે જાણવા મળી રહ્યું છે. આંગડિયા પેઢીનો કર્મચારી સામે ફાયરિંગ કરીને શખ્સો લૂંટ કરી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. એપીએમસીમાંથી કર્મચારીઓ વાહન લઈ પસાર થઈ રહ્યા હતા. દરમિયાન એક વ્યક્તિ જાણે પહેલાથી જ રાહ જોતો હતો તેમ પહેલા પાઈપ વડે હુમલો કર્યો હતો.

2 કરોડની લાંચ મામલામાં ASP દિવ્યા મિત્તલની ધરપકડ, કહ્યું- માફિયાઓને પકડવાનું મળ્યું ઈનામ

કર્મચારીઓ બે અને લૂંટારુ એક…
પાઈપ વડે હુમલો કર્યા પછી આ શખ્સોએ હુમલો કર્યો અને આ કર્મચારીઓ પાસે ત્રણ થેલા ભરી પૈસા હતા જેમાંથી એક થેલો લઈ ભાગી ગયો હતો. વિગત મળી રહ્યા પ્રમાણે સામે એક જ વ્યક્તિ લૂંટારૂ હતો જ્યારે કર્મચારીઓ બે હોવાનું સામે આવી રહ્યું છે. આ ઘટનામાં ઈજાગ્રસ્ત વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા છે. હાલ પોલીસ આ ઘટનામાં શખ્સ કઈ તરફ ગયો છે અને તે આધારે સીસીટીવીના ફૂટેજ મેળવી પોલીસ વધુ કાર્યવાહી હાથ ધરી રહી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આંગડિયા પેઢીના કર્મચારીઓ પર હુમલા થઈ ચુક્યા છે.

    follow whatsapp