અરવલ્લીઃ અરવલ્લી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી લાંચિયા બાબુઓ પકડાવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે બાયડ નોર્મલ રેન્જ વન વિભાગનો ફેરેસ્ટર 5 હજારની લાંચ લેતો ઝડપાઈ ગયો છે. તેણે 21 હજારની લાંચ માગી હતી જોકે તેમાંથી તે 5 હજાર રૂપિયાની લાંચ લઈ રહ્યો હતો ત્યારે તે લાંચ રુશવત વિરોધી બ્યૂરોના હાથે ઝડપાઈ ગયો છે.
ADVERTISEMENT
લાંચ આપો તો ગેરકાયદે લાકડા લઈ જવાતા
બાયડ નોર્મલ રેન્જ વન વિભાગનો ફોરેસ્ટર ભગવાનસિંહ રહેવર અને ગુણવંત બારોટ 5 હજારની લાંચ લેતા ઝડપાઈ ગયા છે. ગેરકાયદે લાકડાના ટ્રેક્ટરની હેરાફેરી માટે તેમણે ટ્રેક્ટર દીઠ 21 હજાર રૂપિયાની લાંચ માગી હતી. વાર્ષિક 21 હજારની લાંચ લેવાના સામે વન કર્મીઓ લાકડાની ગેરકાયદે હેરાફેરી થવા દેતા હતા. ઉલ્લેખનીય છે કે બાયડથી નડિયાદ તરફ મોટી હેરાફેરી થતી હોવાનું પણ સામે આવ્યું છે.
ભાવનગરમાં સીઝનલ ફલૂ H3N2નો પ્રથમ કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ
આરોપીઓને નડિયાદ એસીબી ઓફિસે લઈ ગયા
વન વિભાગના ફોરેસ્ટર્સની મીલીભગતને એસીબીએ ખુલ્લી પાડી ડીધી છે. આ બંને ચપટીયા પાસે અમદાવાદ એસીબીએ રંગેહાથ ઝડપી પાડ્યા હતા. જેમાં બાયડ વન વિભાગનો નિવૃત્ત બીટ ગાર્ડ ગુણવંત બારોટ વહીવટદાર તરીકેની ભૂમિકામાં હતો. બંનેને પકડી પાડીને નડિયાદ એસીબીની ઓફિસે લઈ જવાયા હતા.
(ઈનપુટઃ હિતેશ સુતરિયા, અરવલ્લી)
ADVERTISEMENT