રજનીકાંત જોશી.દ્વારકાઃ જગત મંદિરમાં ફરજ બજાવતા ખાનગી મહિલા સિક્યુરિટી ગાર્ડનો અનહદ ત્રાસ વધ્યો છે. દર્શન કરવા જતા વૃધ્ધા સાથે ગેર વર્તન અને યુવતીને હાથમાં ઈજા થઈ હતી. સિનિયર સિટીઝન મહિલા યાત્રાળુઓ સાથે હાથાપાઈ કરી ખરાબ વર્તન કરી પોતાના ઓળખીતા ને વી.આઇ.પી. દર્શન કરાવી સરકાર પાસેથી પગાર મેળવે છે અને ભાવથી દર્શન કરવા આવતા યાત્રાળુઓ દુઃખી થઈને જાય છે. ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા રોજના હજારો યાત્રાળુઓ આવે છે.
ADVERTISEMENT
Breaking: ગીર-સોમનાથમાં બુટલેગરનો પોલીસ પર હુમલો
સિક્યુરિટીનો કોન્ટ્રાક્ટ અપાયો છે રુદ્રા કંપનીને
તેમને સારી રીતે દર્શન થઈ શકે તે માટે જગત મંદિરમાં સરકારે પોલીસ, હોમ ગાર્ડની સાથે ખાનગી સિક્યુરિટી રુદ્રા નામની કંપનીને કોન્ટ્રાક આપેલો છે. પરંતુ કંપનીના કર્મચારીઓ યાત્રાળુઓ સાથે કેવું વર્તન કરવું તેની યોગ્ય ટ્રેનિંગ આપ્યા વગર અથવા કોઈ લાયકાત વગર ભરતી કરવામાં આવ્યા હોય તે નજરે જોઈ શકાય છે. રુદ્રા નામની ખાનગી સિક્યુરિટી ગાર્ડની મહિલાનું યાત્રાળુઓ ગેર વર્તન કરી કહ્યું કે તમે ભગવાન ની સ્તુતિ કરવા અમારા માટે નથી આવતા.
ADVERTISEMENT