હિતેશ સુતરિયા.અરવલ્લીઃ હોળી પર્વ બાદ નાથાવાસ ગામની સીમમાં યોજાએલા ચાડીયાના મેળામાં ગએલા ૨૩ વર્ષીય યુક્ના શરીરે જીવલેણ ઈજાઓ પહોંચાડી હત્યા કરવાની ચકચારી ઘટના બાદ પોલીસે છ વ્યક્તિઓ સામે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો.
ADVERTISEMENT
અમરેલીમાં સમુહલગ્નમાં બે આખલા બાખડ્યાઃ જુઓ Video જાનૈયાઓ-મહેમાનોએ ભગાડવા શું કર્યું
બદલો લેવા યુવાનની પાછળ પડ્યા લોકો
અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના નાથાવાસ ગામમાં આવેલા કુંડોલ ફળીયામાં અહેતો યુવક દિનેશભાઈ ખાતુભાઇ ડામોર ગત ૯ માર્ચના રોજ ચાડીયાના મેળામાં ગયો હતો. સમી સાંજે મેળામાંથી પરત ઘરે આવી રહેલા દિનેશને મારવાના ઈરાદે નાથાવાસ ગામના જ કેટલાક લોકો પાછળ દોડ્યા હતા. અગાઉ થયેલી તકરારનો બદલો લેવા દોડેલા લોકોએ દિનેશને રામપુર ગામની સીમમાં આવેલા ઘઉંના વાવેતર વાળા ખેતરમાં ઘેરી લઇ ઢોર માર માર્યો હતો. મોડી રાત સુધી ઘરે પરત ન ફરેલા પુત્ર દિનેશની લાશ ૧૧ માર્ચની સાંજે મેવડાથી નાથાવાસ માર્ગ પર આવેલા રામપુર ગામની સીમમાં આવેલા રોડની બાજુમાં આવેલી કાટા વાળા થોરની વાડ પર મુકેલી જોવા મળી હતી. લોહિલુહાણ હાલતમાં મળી આવેલી લાશ અંગે માલપુર પોલીસને જાન કરાતા પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશને તાત્કાલિક પીએમ માટે સરકારી દવાખાને ખસેડી હતી.
સુરતથી 297 કિમીનું અંતર 110 મિનિટમાં કાપી મુંબઈ પહોંચ્યું ધડકતું હૃદયઃ અંગદાનથી 7ને નવજીવન
કોની સામે નોંધાઈ ફરિયાદ
બનાવ અંગે મૃતકનાં પિતા ખાતુભાઇ સોમાભાઈ ડામોરે નાથાવાસ ગામના મનુભાઈ હુજાભાઈ ખરાડી, શંકરભાઈ જીવાભાઈ ખરાડી,અમરત ભાઈ અરવિંદભાઈ ખરાડી,નટુભાઈ કમાભાઈ ખરાડી,રમેશભાઈ અરવિંદભાઈ ખરાડી તેમજ મેઘરજના વાંકા ખાડા ગામના રાજેશભાઈ વિશ્રામભાઈ ખાટ વિરુધ ફરિયાદ નોધાવતા માલપુર પોલીસે ઈપીકો 143,302,201,506 (2) મુજબ ગુનો દાખલ કરી આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી હતી.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT