મહિસાગરઃ મહિસાગરમાં ઢોરોનો આંતક વધી રહ્યો છે. અહીં લુણાવાડામાં ઢોરે એક વડીલ વ્યક્તિ અને તેમની સાથે રહેલી યુવતીને અડફેટે લઈ લીધા હતા. અચાનક થયેલા હુમલાથી લોકો પણ દોડી આવ્યા હતા. જોકે લોકો તેમને બચાવવા વચ્ચે પડે તો તેમને પણ ઢોર માર મારી શકે તેમ હતું. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.
ADVERTISEMENT
કોહલીએ પલટી દીધી પુરી મેચ, અમદાવાદ ટેસ્ટમાં આમ જીતી શકે છે ટીમ ઈન્ડિયા
બચાવવા વચ્ચે કોઈ આવે તો તેમને પણ થઈ શકતી હતી ઈજા
મહિસાગરના લુણાવાડા ખાતે આવેલા ગણેશ મંદિર પાસે વૃદ્ધ તેમજ તેમની સાથેની યુવતી ચાલતા જઈ રહ્યા હતા. દરમિયાન પાછળથી ગાય આવી રહી હતી તે મામલે તેમને બીલકુલ જાણ ન હતી. અચાનક જ ગાયે હુમલો કરી યુવતીને ત્યાંજ પાડી દીધી અને પછી તેને બચાવવા વચ્ચે પડેલા વૃદ્ધ પર પણ હુમલો કરી દીધો હતો.
માલપુરના યુવાનની હત્યા કરી લાશ થોરની વાડમાં ફેંકી દીધી, 6 સામે FIR
બજારમાં ખરીદી કરવા આવ્યા હતા
તેઓ અહીં બજારમાં ગણેશ મંદિર પાસે ખરીદી કરવા આવ્યા હતા. ત્યારે ગાયે હુમલો કરી દીધો હતો. ગાયે હુમલો કરીને બંનેને નીચે પાડી દીધા હતા. વૃદ્ધ તેમજ યુવતીને ઘણી ઈજાઓ થઈ હતી. તેમને તુરંત સારવાર માટે 108 એમબ્યુલન્સ વાન મારફતે સરવાર માટે મોકલ્યા હતા.
(ઈનપુટઃ વિરેન જોશી, મહિસાગર)
ADVERTISEMENT