અમદાવાદ: રાજ્યમાં એક તરફ કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે બીજી તરફ વેકસીનેશનના આંકડાએ લોકોની ચિંતા વધારી છે. આ દરમિયાન રાજ્યમાં વેક્સિનની અછત સામે આવી છે. અનેક જગ્યાએ વેક્સિનનો જથ્થો ખૂટ્યો છે. લોકો વેક્સિન લીધા વગર જ પરત ફરી રહ્યા છે.
ADVERTISEMENT
રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિતના મહાનગરોમાં વેક્સિનની અછત સામે આવી છે. ત્યારે અમદાવાદ શહેરમાં પણ વેક્સિનને અછતને પગલે હાલ વેક્સિનેશન બંધ કરવુ પડ્યુ છે. કોરોના સામે રક્ષકવચ સમાન એકપણ વેક્સિનનો સ્ટોક નથી. જેમા કોવિશીલ્ડ, કોવેક્સિન કે સ્પુતનિક કે કોર્બિવેક્સ વેક્સિનનો સ્ટોક નથી. અમદાવાદ સહિત રાજકોટ અને વડોદરામાં વેક્સિનનો જથ્થો ખૂટ્યો છે. ત્યારે એક તરફ આ જિલ્લોમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે બીજી તરફ વેક્સિનનો જથ્થો ખૂટતા ચિંતામાં વધારો થયો છે. વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ ન હોવાથી વેક્સિન લેવા આવનારા લોકો વેક્સિન લીધા વિના જ પરત ફરી રહ્યા છે.તો હાલ કોરોના કેસ વધતા ટેસ્ટિંગમાં પણ વધારો થયો છે.
વેકસીનેશનના આંકડા જાહેર કરવાનું કર્યું બંધ
રાજકોટમાં કોરોનાએ માથું ઉચક્યું છે. ત્યારે શહેરમાં કોરોના સંક્રમણ વચ્ચે રસીનો જથ્થો ખૂટી પડયો હોવાનું સામે આવ્યું છે. 31 માર્ચ પછી કોરોનારસીનો એક પણ ડોઝ નથી. જેને લઈને મનપાના આરોગ્ય વિભાગના અધિકારીએ સરકાર પાસે રસીની માગણી કરી છે.વેક્સિન આવ્યા બાદ વેક્સિનેશન ફરી શરૂ કરવામાં આવશે રસીનો જથ્થો આવ્યા પછી કામગીરી શરૂ કરવામાં આવશે. તેવું આરોગ્ય અધિકારીનું કહેવું છે. શહેરમાં કોરોનાના કેસની વાત કરીએ તો, 140 કોરોનાના એક્ટિવ કેસ છે. જે પૈકી 2 દર્દી સારવાર હેઠળ છે. ગાંધીનગર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવતા કોરોનાના આંકડામાં પણ 1 એપ્રિલથી વેકસીનેશનના આંકડા જાહેર કરવાનું બંધ કરવામાં આવ્યું છે.
રાજ્યમાં 2214 એકટિવ કેસ
એક તરફ દેશભરમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે બીજી તરફ ગુજરાતમાં પણ કોરોનાએ ચિંતામાં વધારો કર્યો છે. રાજ્યમાં 2214 એકટિવ કેસ છે. જેમાંથી 2204 સ્ટેબલ છે. ત્યારે 11 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT