કચ્છની ધરા ધ્રુજી, ભૂકંપની તિવ્રતા 3.4 નોંધાઈ, લોકો ભયભીત

કચ્છ: મોડી રાત્રે કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. કચ્છના રાપર નજીક સવારે 3 કલાકે 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. જો ભૂકંપના કેન્દ્રબિંદુની વાત કરીએ…

gujarattak
follow google news

કચ્છ: મોડી રાત્રે કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. કચ્છના રાપર નજીક સવારે 3 કલાકે 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. જો ભૂકંપના કેન્દ્રબિંદુની વાત કરીએ તો રાપરથી 26 કિમી વેસ્ટ નોર્થ વેસ્ટ પાસે નોધાયુ છે. ત્યારે મોડી રાત્રે ભર નિંદરમાં લોકોને ભૂકંપના આંચકાએ દોડતા કરી દીધા હતા.

કચ્છમાં વાવાઝોડા વચ્ચે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ત્યારે બીજી તરફ વધુ એક વખત ભૂકંપનો આંચકો આવ્યો છે. કચ્છના રાપર નજીક સવારે 3 કલાકે 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. જો ભૂકંપના કેન્દ્રબિંદુની વાત કરીએ તો રાપરથી 26 કિમી વેસ્ટ નોર્થ વેસ્ટ પાસે નોધાયુ છે.

કોઈ જાણ હાનિ નહીં
કચ્છમાં મોડી રાત્રે 3:00 કલાકે આવેલા ભૂંકપના આંચકાઓમાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ તરફ રિક્ટર સ્કેલ પર આ ભૂકંપનના આંચકાની તિવ્રતા 3.4ની નોંધાઈ છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 26 કિલોમીટર દૂર નોંધાયું છે. આ તરફ હજુ સુધી સદનસીબે આ ભૂકંપથી કોઈ જાનહાની થયાના અહેવાલ મળી રહ્યા નથી.

જૂન મહિનામાં બે વખત કચ્છની ધરા ધ્રુજી
કચ્છમાં ભૂકંપના આંચકા સતત અનુભવાઈ રહ્યા છે. આ દરમિયાન કચ્છમાં વાવાઝોડાની આફત વચ્ચે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. બીજી તરફ જૂન મહિનામાં બે વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેમાં 14 જૂનના રોજ સંજના 5.5 કલાકે 3.5ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. ત્યારે બીજી વખત 22 જૂનના રોજ બપોરના 1.55 કલાકે 2.9 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

    follow whatsapp