કચ્છમાં મેહુલો મુશળધારઃ અંજારમાં વહેલી સવારથી ખાબક્યો 8 ઈંચ વરસાદ

કૌશીક કાંટેચા.કચ્છઃ કચ્છના અંજાર, ગાંધીધામ વિસ્તારમાં મેઘરાજાએ આફતના દ્રશ્યો સર્જ્યા છે. આજે બપોર બાદ અચાનક ધોધમાર વરસાદ પડતા નીચાણવાળા વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયાં હતાય.…

gujarattak
follow google news

કૌશીક કાંટેચા.કચ્છઃ કચ્છના અંજાર, ગાંધીધામ વિસ્તારમાં મેઘરાજાએ આફતના દ્રશ્યો સર્જ્યા છે. આજે બપોર બાદ અચાનક ધોધમાર વરસાદ પડતા નીચાણવાળા વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયાં હતાય. અંજારમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારોમા તો રીતસરની નદિયો વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. તો બીજી તરફ નીચાણ વાળા વિસ્તારમાંથી લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરવાની ફરજ પડી હતી.

આજે સવારે 7 વાગ્યાથી કચ્છમાં પડેલા વરસાદની જ વાત કરીએ તો સમગ્ર કચ્છમાં સાર્વત્રીક વરસાદ પડ્યો છે. જોકે તેમાં પણ સૌથી વધારે અંજારમાં 8 ઈંચ વરસાદ ખાબક્યો છે. બીજી બાજુ ગાંધીધામમાં પણ 4 ઈંચ વરસાદ પડ્યો છે. ભચાઉમાં પણ 2 ઈંચ વરસાદ પડ્યો છે. વરસાદને લઈને અન્ય વિસ્તારોમાં પણ મેહુલો મુશળધાર બન્યો છે.

જૂનાગઢઃ ડેમનું પાણી છોડાતા ગામે ગામો ડૂબ્યા, 15 સેકંડમાં ઘર પાણીમાં થયું ગરકાવ- Video

કચ્છમાં ક્યાં પડ્યો કેટલો વરસાદ
અંજાર 196 MM
અબડાસાા 06 MM
ગાંધીધામ 98 MM
નખત્રાણા 01 MM
ભચાઉ 54 MM
ભુજ 17 MM
મુન્દ્રા 19 MM
માંડવી 06 MM
રાપર 5 MM

    follow whatsapp