Kutch News: આપણે ત્યાં ગૌરક્ષાના લેબલ પાછળ ઘણીવાર કેવી કેવી હરકતો થતી હોય છે તે આપણે સારી રીતે જાણીએ છીએ. આવા જ એક ગૌરક્ષકે આજે ભુજમાં નગરપાલિકા પ્રમુખને એટલે થપ્પડ લગાવી દીધી કેમ કે આ ગૌરક્ષકો ભૂજ નાગરો ડમ્પીંગ સાઈટ પર થયેલા ગાયોના મૃત્યુથી નારાજ હતા. ખેર નારાજગી એક તરફ હતી પરંતુ અહીં ગૌરક્ષકે હિંસાત્મક વલણ અપનાવેલું જોવા મળ્યું હતું. જેને લઈને હવે તેમની સામે કાર્યવાહી થાય તેવી સ્થિતિ ઊભી થઈ છે. કારણ કે હવે નનગરપાલિકાના પ્રમુખ આ અંગે ફરિયાદ નોંધાવવાની તજવીજ કરી રહ્યા હોવાની જાણકારીઓ મળી રહી છે.
ADVERTISEMENT
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધ છેડાયું! તાલિબાનો સાથે ભારે ગોળીબાર, બોર્ડર સીલ કરાઈ
કેવી રીતે થયા ગાયોના મોત
સમસ્યા મુદ્દે અવારનવાર વિવાદમાં રહેતી ભુજ પાલિકાના પ્રમુખને આમતો અનેક વાર લોકોના રોષનો ભોગ બનવુ પડ્યું છે. કોંગ્રેસ હોય કે સ્થાનીક લોકો બંગળી ફેંકવા સાથે અનેકવાર લોકોએ પ્રમુખ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. અને પાલિકાના પ્રમુખને ચુપચાપ સાંભળવુ પડ્યુ છે. જોકે આજે કચ્છની યુનીવર્સીટીમા સર્જાયેલા શાહીકાંડની જેમ પાલિકામાં થપ્પડકાંડ સર્જાતા મામલો ખુબ ગરમાયો છે. ગઇકાલે ભૂજના નાગરો ડમ્પીંગ સાઇટ પર વીજ શૉક લાગવાથી કેટલીક ગાયોના મોત થયા હતા.
આગામી દિવસોમાં ઘેરા પ્રત્યાઘાતો પડવાની શક્યતા
આ મામલે ગઇકાલે પણ ગૌ-રક્ષકો પાલિકા કચેરીએ રજૂઆત માટે ગયા હતા અને આજે પણ પાલિકા કચેરીએ લોકો રજૂઆત માટે પહોંચ્યા હતા. જોકે પહેલાથી પોલિસની હાજરીને કારેણે મામલો શાંત થઇ જશે તેમ હતું પંરતુ અચાનક એક વ્યક્તિએ ઉશ્કેરાઇ નગરપાલિકા પ્રમુખ ધનશ્યામ ઠક્કરને થપ્પડ મારી દીધી હતી. જો કે ઘટના બાદ પોલિસે તમામને અટકાવ્યા હતા પરંતુ ત્યાં સુધી મોડું થઇ ગયું હતું ઘટના સમયે ઉપસ્થિત મીડિયાના કેમેરામાં સમગ્ર ધટના લાઇવ કેદ થઇ હતી. જોકે હાલ પોલિસે તપાસ શરૂ કરી છે. તો પાલિકા પ્રમુખ કચેરીએથી નીકળી ગયા છે. આ ઘટનાના આગામી દિવસોમાં ઘેરા પ્રત્યાધાત પડશે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે અને સમગ્ર મામલે કદાચ પોલિસ કાર્યવાહી પણ થશે.
ADVERTISEMENT