Kutch News: ભાડે લીધી 11 કાર અને 4 કાર વેચી દીધી બારોબાર, ભાડુ તો ના ચુકવ્યું અને ગાડી પણ ગઈ

Kutch News: જો આપ પણ ક્યાંય ભાડે વાહન આપવાનું વિચારતા હોવ તો એક વાર આ સમાચાર જરૂર વાંચી લેજો. ગાંધીધામમાં ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ સાથે જોડાયેલા…

gujarattak
follow google news

Kutch News: જો આપ પણ ક્યાંય ભાડે વાહન આપવાનું વિચારતા હોવ તો એક વાર આ સમાચાર જરૂર વાંચી લેજો. ગાંધીધામમાં ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ સાથે જોડાયેલા ધંધાર્થીની 11 ગાડીઓ ભાડે લઈને એક શખ્સે તેમાંથી 4 કાર બારોબાર વેચી દીધી હતી. 78 લાખ રૂપિયાની ઠગાઈ કરીને આ શખ્સ ચુનો ચોપડી ગયો હોવાની જાણકારી મળતા આખરે આ મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. પોલીસે આ મામલે ઠગાઈ અને છેતરપીંડી મામલે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

કેવી રીતે કરી ઠગાઈ

એક શખ્સે ગાંધીધામમાં ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધાર્થીની માસિક ભાડા પેટે 11 કાર મેળવી તેમાંથી 55 લાખની કિંમતની 4 કાર બારોબાર વેચી મારી હતી. તેમજ તમામ કારનું ભાડું નહીં ચૂકવી ભરૂચના શખ્સે 78 લાખની ઠગાઈ કર્યાની ઘટના સામે આવી છે. શહેરના ગુરુકુળ વિસ્તારમાં રહેતા 33 વર્ષિય યદીપસિંહ પુવારે ઠગાઈ અંગે મૂળ પાલનપુરના વતની અને હાલ ભરૂચ રહેતા ઈનામુલ હસન શબ્બીર સીધી સામે ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ધારાઓ તળે ફરિયાદ નોંધાવી છે.

Lion in Gujarat Rain: વરસાદથી બચવા સિંહોને મળી ગઈ ઝૂંપડી, Video

આજથી ત્રણ માસ અગાઉ ઈનામુલ સીધીએ યદીપસિંહનો સંપર્ક કરી માસિક ભાડાનો કરાર કરી 11 કાર મેળવી હતી. જોકે મહિનો વીતી ગયા બાદ ભાડુ ના મળતા યદીપસિંહ આરોપીને રૂબરૂ મળવા ગયો હતો. તે સમયે આરોપીએ 11 કારમાંથી 7 કાર પાછી આપી મહિન્દ્રા થાર, વર્ના, અર્ધાંગા અને હોન્ડા સીટી એમ 4 ગાડી પોતાની પાસે રાખી તમામ ગાડીનું ભાડું ચૂકવી દેવાની ખાતરી આપી હતી. જોકે ત્યારબાદ પણ આરોપીએ એક રૂપિયો ભાડું ચૂકવ્યું નહોતું. તે દરમિયાન ફરિયાદીને જાણવા મળ્યું કે ઈનામુલે તેમની ચારે કાર બારોબાર બીજાને વેચી મારી છે. 55 લાખની કિંમતની 4 કાર અને ભાડા પેટે લેવાની નીકળતા 23 લાખ રૂપિયા મળી ઇનામુલે 78 લાખની ઠગાઈ કરી છે.

    follow whatsapp