કૌશિક કાંટેચા.કચ્છઃ ચકચારી હનીટ્રેપ કેસમાં માધાપરના યુવકને ફસાવી ખોટી બળાત્કારની ફરિયાદ નોધાવી મરવા મજબુર કરાયો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જેમાં નખત્રાણા પોલીસ મથકે નવ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોધાઈ હતી. આ કેસમાં મુખ્ય સુત્રધાર ગણાતી મનીષા ગોસ્વામીનો એલસીબીએ પાલારા જેલથી કબ્જો મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
કચ્છના ચકચારી હનિટ્રેપ કેસમાં એક આહીર યુવકને હનીટ્રેપમાં ફસાવી રૂપિયા ચાર કરોડની માંગણી કરવામાં આવી હતી. જેમાં એલસીબીએ અમદાવાદની દિવ્યા અને અઝીઝની અટકાયત કરી તપાસમાં નામ ખુલતા ભુજના વકીલ અને સુરતના શખ્સની અટકાયત કરી હતી. ત્યારબાદ વધુ તપાસમાં રાજકોટ અને અમદાવાદના યુવકની સંડોવણી સામે આવતા તેમની અટકાયત કરી તમામને પાલારા જેલ મોકલી દેવાયા હતા.
જુનાગઢ હિંસાનો મામલો પહોંચ્યો હાઈકોર્ટઃ તમામને 27 જૂને હાજર થવાનો આદેશ
આ કેસની માસ્ટર માઈન્ડ ગણાતી મૂળ વલસાડની મનીષા ગોસ્વામી અગાઉ જયંતી ભાનુશાળી હત્યા કેસમાં પાલારા જેલમાં કેદ હતી.એલસીબીએ 17 દિવસ બાદ ટ્રાન્સફર વોરંટના આધારે પાલારા જેલમાંથી કબ્જો મેળવ્યો છે. જેને આજે રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજુ કરી વધુ પૂછ પરછ કર્યા બાદ સમગ્ર ઘટના પરથી પરદો ઉચકાશે. માસ્ટર માઈન્ડ મનીષા વિરુદ્ધ અમદાવાદના નરોડા અને ગાંધીધામ રેલ્વે પોલીસ મથકે ગુના નોંધાયેલા છે. આ કેસમાં અત્યાર સુધી કુલ 13 આરોપીઓની સંડોવણી સામે આવી છે.
ADVERTISEMENT