લાખોની લેતી-દેતી મામલે માંડવીમાં એક રાઉન્ડ ફાયરિંગ

કૌશિક કાંટેચા.કચ્છઃ માંડવી ખાતે એક જુની ઉઘરાણીના મામલે ફાયરિંગની ઘટના બનતા પોલીસ પણ તુરંત હરકતમાં આવી ગઈ હતી. બ્લેક રંગની ક્રેટા કારમાં શખ્સો ભાગ્યા હોવાને…

Mandvi, firing

Mandvi, firing

follow google news

કૌશિક કાંટેચા.કચ્છઃ માંડવી ખાતે એક જુની ઉઘરાણીના મામલે ફાયરિંગની ઘટના બનતા પોલીસ પણ તુરંત હરકતમાં આવી ગઈ હતી. બ્લેક રંગની ક્રેટા કારમાં શખ્સો ભાગ્યા હોવાને પગલે પોલીસ પણ તુરંત તેમની પાછળ લાગી ગઈ હતી. પોલીસ અને આરોપીઓ વચ્ચેની કાર ચેઝીંગ જાણે કોઈ ફિલ્મનો સિન ચાલી રહ્યો હોય તેવી માલુમ પડતી હતી. જોકે આ હકીકત હતી અને ગુનાનો અંજામ ગુંડાતત્વોને અહીં કાયદાની પોથીથી સમજાવાય છે તેથી પોલીસે તમામને ઝડપી પાડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

લોકો ભેગા થઈ જતા કાર ભગાવી
માંડવી તાલુકાના ગઢશીશા પંથકના નાની વિરાણી ખાતે જુની ઉઘરાણીના મુદ્દાને લઇ મંગળવારના ઢળતી સાંજે એક રાઉન્ડ ફાયરિંગ થતાં ભારે ચકચાર પ્રસરી છે, પોલીસે ફિલ્મી ઢબે ચાર જેટલા આરોપીને ગઢશીશા પોલીસે કાળા રંગની નંબર પ્લેટ વગરની ક્રેટા ગાડી સાથે પકડી પણ પાડયા છે. વિરાણી નાની અને વાગડ પંથકના કોઇ બે વ્યક્તિ વચ્ચે લાખો રૂપિયાની લેતી-દેતીને લઇ આ સમગ્ર ઘટના સર્જાઇ છે. જેમાં ઉઘરાણી કરવા આવેલા ચાર શખ્સે પ્રથમ વિરાણી નાનીના લેણદારના નિવાસસ્થાને પહોંચી તેની પૃચ્છા કરી હતી અને યોગ્ય પ્રત્યુત્તર ન મળતાં ઉગ્ર બોલાચાલી કરી ગામમાં શોધવા નીકળ્યા હતા. જ્યાં ગામના યુવાનો એકત્ર થઇ જતાં ચાર શખ્સ પૂરઝડપે ક્રેટા ગાડી દોડાવી કોડાય પુલ તરફ નાસ્યાના સમાચાર મળતાં ગઢશીશા પોલીસે ઘટનાસ્થળે સમયસૂચકતા વાપરીને કોડાય તરફ નાસેલી કારને ઝડપવા પોલીસ કંટ્રોલરૂમ દ્વારા સંદેશા વહેતા કરાવ્યા હતા.

માતા-પિતા આજે પણ ધ્રુજી જાય છેઃ તક્ષશિલાકાંડમાં સંતાન ગુમાવનાર વાલીઓ બિલ્ડીંગ પાસે આવતા જ રડી પડે છે

ફિલ્મી દ્રશ્યો સોશ્યલ મીડિયામાં વાયરલ
પોલીસે આરોપીઓની કારનો પીછો કર્યો હતો અને રીતસર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. દરમિયાન, કંટ્રોલરૂમ અને ગઢશીશા પોલીસ તરફથી મળેલા સંદેશાનાં પગલે કોડાય પોલીસ મથકના પોલીસ કર્મીઓ પોલીસ મથકની સામે જ ચોકડી ઉપર ટ્રક અને લોડરો આડા મૂકી માર્ગ કોર્ડન કરી લીધો હતો. આમ, ત્યાંથી જ ક્રેટા ગાડીની સાથે ચારેય આરોપીને ઝડપી પાડયા હતા, ઝડપાયેલા આરોપીઓમાં (૧) વિજયભા ખેતાભા ગઢવી ઉ.વ.૨૬ રહે.પંચાયત ચોક પાસે લાકડિયા તા.ભચાઉ કચ્છ (૨) કુલદિપસિંહ કાલુભા જાડેજા ઉ.વ.૨૪ રહે. દરબાર વાસ શિવલખા તા.ભચાઉ -કચ્છ (3) સિદ્ધરાજસિંહ બળવંતસિંહ જાડેજા ઉ.વ.૨૭ રહે.ગાયત્રીનગર લાકડિયા તા.ભચાઉ કચ્છ (૪) ઇમરાન અબ્દુલ રાઉમા ઉ.વ.-૨૪ રહે.મૂળ કટારિયા રોડ લાકડિયા તા.ભચાઉ -કચ્છ હાલે રહે. વાશી મુંબઈનો સમાવેશ થાય છે. રાત્રે દોડધામ અને નાકાબંધી સાથે આરોપીની ધરપકડના ફિલ્મ જેવા દ્રશ્યો સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.

    follow whatsapp