Kutch News: કચ્છમાં ઘરેથી ભાગવાનો પ્લાન સફળ બનાવવા પ્રેમી-પ્રેમિકાએ 80 વર્ષના નિર્દોષ વૃદ્ધાની હત્યા કરી, ચોંકાવનારું છે કારણ

Kutch Murder News: કચ્છના ભચાઉના માંડવીવાસમાં એકલા રહેતા 80 વર્ષના વૃદ્ધા અચાનક ગુમ થઈ ગયા હતા. જેને લઈને પાડોશીએ પોલીસને જાણ કરતા એક યુવક અને…

gujarattak
follow google news

Kutch Murder News: કચ્છના ભચાઉના માંડવીવાસમાં એકલા રહેતા 80 વર્ષના વૃદ્ધા અચાનક ગુમ થઈ ગયા હતા. જેને લઈને પાડોશીએ પોલીસને જાણ કરતા એક યુવક અને યુવતીએ વૃદ્ધાની હત્યા કરી નાખી હોવાનો ખુલાસો થયો હતો. ફિલ્મની સ્ટોરની પણ ટક્કર મારે તેવો હત્યાનો આ ઈરાદો યુવતી પોતાના પ્રેમી સાથે ભાગવા માગતી હતી, પરંતુ પરિવાર પકડે નહીં તે માટે

80 વર્ષના વૃદ્ધા અચાનક ગુમ થતા પોલીસમાં ફરિયાદ

વિગતો મુજબ, ભચાઉના માંડવીવાસમાં જેઠીબેન ગાલા શુક્રવારે અચાનક ગુમ થઈ ગયા હતા. આથી તેમના પાડોશીએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘર નજીકના સીસીટીવી ચેક કરતા એક અજાણ્યો શખ્સ બેગ ઢસડીને લઈ જતા દેખાયો. જે મામલે પોલીસ તપાસ હાથ ધરતા એક બંધ દુકાનમાંથી વૃદ્ધાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલે ગણતરીના કલાકોમાં જ પોલીસે રાજુ છાંગા અને રાધીકા છાંગા નામના યુવક યુવતીને પકડી લીધા હતા.

યુવક-યુવતીએ કેમ લીધો વૃદ્ધાનો જીવ?

પોલીસ પૂછપરછમાં સામે આવ્યુ કે રાજુ અને રાધિકા એકબીજાને પ્રેમ કરતા હતા. પરંતુ બંને ગામના કૌટુંબિક સંબંધી થાય છે. એવામાં ભાગી જાય તો પરિવારજોને તેમને શોધી લે. આથી યુવતીનું મોત થઈ ગયું છે તેવું સાબિત કરવાનો બંનેએ પ્લાન બનાવ્યો. જેમાં 80 વર્ષના જેઠીબેનની હત્યા કરી લાશને બાળીને યુવતી તરીકે બતાવી ભાગી જવાનો પ્લાન બનાવ્યો હતો. જોકે તે પહેલા જ પોલીસને દુકાનમાં રાખેલી લાશની જાણ થઈ જતા બંનેનો આખો પ્લાન ફેલ થઈ ગયો હતો. પોલીસે 10 ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી અને 170 જેટલા સીસીટીવી તપાસ્યા બાદ યુવક યુવતી પકડાઈ જતા તેમની સામે કલમ 302 અને 457 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

નોંધનીય છે કે, વૃદ્ધાની હત્યા પહેલા યુવક અને યુવતીએ અન્ય એક પ્લાન પણ બનાવ્યો હતો. જેમાં સામખીયાળી નજીક કબ્રસ્તાનમાંથી હાડકા લાવી તે યુવતીના હોવાનું દર્શાવવા પ્રયાસ કર્યો હતો. જોકે આ પ્લાન નિષ્ફળ જતા તેમણે બીજો પ્લાન બનાવ્યો હતો.

    follow whatsapp