કૌશિક કાંઠેચા/કચ્છ : પૈસા આપો અને જેલમાં વૈભવી સુવિધાઓ મેળવો તેવા દાવા સાથે ગુજરાતની એક જેલનો વિડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેલર પર ગંભીર આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે. પૂર્વ કચ્છની ગળપાદર જેલમાંથી ખૂંખાર આરોપીએ વિડિયો બનાવી વાયરલ કર્યો છે. વીડિયોમાં હમારી ઇજાજત કે બગેર પરિંદા ભી પર નહિ માર સકતાના દાવા કરીને વીડિયો બનાવ્યો હતો. સામે ગળપાદર જેલમાંથી આરોપીએ વિડિયો બનાવી વાયરલ કરતા ખળભળાટ મચી ગયો છે.
ADVERTISEMENT
VIDEO વાયરલ થતા જેલ તંત્ર સામે ફરી એકવાર સવાલો
વિડિયો વાયરલ છે જો કે GUJARATTAK આ વીડિયોની પૃષ્ટી કરતું નથી. જો કે પ્રાથમિક રીતે જેલની અંદર બંધ કાચા કામનો આરોપી કે જેણે પૂર્વ કચ્છમાં ATM લુંટ જેવા ગંભીર ગુન્હાને અંજામ આપ્યો હતો. તે હાલ જેલમાં બંધ છે અને તેની પાસે સરળતાથી મોબાઇલ પહોંચી ગયો હતો. આરોપીએ જેલમાંથી વિડિયો બનાવીને જેલમાં પૈસાથી તમામ વસ્તુઓ મળતી હોવાનો આક્ષેપ કર્યો છે.
કેદીએ કહ્યું કે, સિપાહીઓ લાખો રૂપિયાની કમાણી કરે છે
કેદી આટલેથી જ અટક્યો નહોતો અને જેલર લાભુ પરમાર અને બે સિપાહી પર લાખો રૂપિયા લેવાના ગંભીર આક્ષેપો કર્યા હતા. વિડિયો બનાવનાર આરોપીએ જેલના અધિકારીઓ પર રૂ. 10 લાખની માગણીનો આક્ષેપ કર્યો છે. અગાઉ પણ પૈસા અપાયા હોવાનું આરોપીઓએ વીડિયોમાં આક્ષેપ કર્યો છે. જેલની અંદર અનેક કેદીઓ પાસે મોબાઈલ ફોન હોવાનો દાવો કર્યો હતો.
ગળપાદર જેલ અગાઉ પણ વિવાદમાં રહી ચુકી છે
ગળપાદર જેલ અગાઉ પણ અનેક વખત વિવાદમાં સપડાઇ ચુકી છે. કેદી પાસે મોબાઈલ ક્યાંથી આવ્યો તે સૌથી મોટો પ્રશ્ન છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ગળપાદર જેલમાં તમને કોઈ સુવિધા જોઈયે તો લાખો રૂપિયા આપવા પડે છે. જેમાં મોબાઈલ માટે ડિસ્કાઉન્ટ કરી ફક્ત 30 થી 60 હજાર રૂપિયા લેવામાં આવે છે. બાકી બીજી સગવડ જોઈયે તો રૂપિયા આપવા પડે છે. વાયરલ કરનાર આરોપીએ વીડિયોમાં એવો પણ આક્ષેપ કર્યો છે કે, અહી તેની પાસેથી 10 લાખ રૂપિયા માંગ્યા છે. તો તેને બીજી સુવિધાઓ આપવામાં આવશે આ આખા પ્રકારના જેલ પ્રશાસન અંધારામાં હોય તેવું શક્ય નથી કે જેલરને જાણ પણ ન હોય તેવું લાગતું નથી.
લાખો રૂપિયાના સેટિંગના કેદીએ લગાવ્યા આક્ષેપ
તપાસ થાય તો લાખોનો સેટિંગ કરી જેલમાં મોબાઈલ અપાયો છે તે સાબિત થઈ શકે છે. જો તપાસ થાય તો ખાસ કરીને પૂર્વ કચ્છની ગળપાદર જેલનું ગુજરાતની બાકીની જેલોમાંથી અહીં જ સૌથી મોટો ભ્રષ્ટાચાર સામે આવે તેવી શક્યતા છે. ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર કચ્છની ગલપાદર જેલની અંદરથી એક કેદીએ વીડિયો બનાવીને જેલમાં ચાલી રહેલા કાળા કારોબારનો પર્દાફાશ કર્યો હતો. આદિપુરમાં એટીએમમાં લુંટ ચલાવવાનો આરોપીને જેલની અંદરથી વીડિયો બનાવીને વાયરલ કર્યો છે. માત્ર વીડિયો વાયરલ જ નથી કર્યો પરંતુ જેલતંત્ર સામે ગંભીર સવાલો પણ કર્યા હતા.
જેલતંત્ર અને જેલર પર કેદીએ વસુલીના આક્ષેપ કર્યા
વીડિયો બનાવનારા કેદીએ જેલતંત્ર અને જેલર પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેણે આક્ષેપ કર્યો કે, તેની પાસે 10 લાખ રૂપિયાની માંગ કરવામાં આવી રહી છે. આરોપીનો આક્ષેપ છે કે, અગાઉ પણ પૈસા આપવામાં આવ્યા હતા. જો કે જેલર સતત પૈસાની માંગણી કર્યા કરે છે. જેલમાં જે જોઇએ તે મળે છે. પૈસા આપો તો મોબાઇલનો પણ છુટથી ઉપયોગ કરવામાં આવતો હોવાનું જણાવાઇ રહ્યું છે.
અગાઉના જેલર પણ લાંચ લેતા ઝડપાઇ ચુક્યાં છે
અનેક કેદીઓ પાસે જેલની અંદર મોબાઇલ ફોન હોવાનો દાવો કરવામાં આવ્યો છે. કચ્છના ગલપાધર જેલ પહેલા પણ અનેક વખત વિવાદોમાં આવી ચુકી છે. સૌથી મોટો સવાલ છે કે, કેદી પાસે મોબાઇલ પહોંચ્યો કઇ રીતે. તેના દાવા અનુસાર જેલમાં અનેક લોકો પૈસા આપીને મોબાઇલ વાપરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉના જેલર જાડેજા તો જેલમાં કેદીને સુરક્ષા આપવા માટે લાંચ લેતા રંગેહાથ ઝડપાઇ ચુક્યા છે. જેથી જેલનો ઇતિહાસ કલંકીત છે. હાલ તો આ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે.
હાલ તો જે જેલર પર આક્ષેપ થયા તે જ પોતે પોતાની તપાસ કરી રહ્યા છે
જો કે આ વિવાદિત વીડિયો અંગે જ્યારે જેલર લાભુભાઇ પરમારને પુછવામાં આવતા તેમણે જણાવ્યું કે, આ વીડિયો જેલમાં નહી પરંતુ કોર્ટમાં બનાવાયો હોય તેવી આશંકા છે. તેમ છતા પણ અમે તપાસ ચલાવી રહ્યા છીએ. જો આરોપો સિદ્ધ થશે તો દરેક જવાબદાર વ્યક્તિ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
ADVERTISEMENT