કચ્છની ગેંગે સસ્તા સોનાના બહાને મહિલાના 1.79 કરોડ પડાવ્યા, પૈસા પાછા લેવા જતા વધુ 26 લાખ ગુમાવ્યા

કૌશિક કાંઠેચા/કચ્છ: કચ્છની કુખ્યાત ઠગ ટોળકીનો એક મહિલા ભોગ બની છે. સસ્તા સોનાના નામે ચીટીંગ કરતી આ ગેંગે હૈદરાબાદની મહિલાને 1.79 કરોડ રૂપીયાની બોટલમાં ઉતારી…

gujarattak
follow google news

કૌશિક કાંઠેચા/કચ્છ: કચ્છની કુખ્યાત ઠગ ટોળકીનો એક મહિલા ભોગ બની છે. સસ્તા સોનાના નામે ચીટીંગ કરતી આ ગેંગે હૈદરાબાદની મહિલાને 1.79 કરોડ રૂપીયાની બોટલમાં ઉતારી હતી. એટલુ ઓછું હોય તેમ મહિલાને પૈસા પાછા અપાવાના બહાને આ જ ગેંગના અન્ય સભ્યો 26 લાખથી વધુની ચીટીંગ કરી નાખી હતી. પોલીસે હિસ્ટ્રીસીટર 4 શખ્સોને આ મામલે ઝડપ્યા છે જ્યારે અન્યની શોધખોળ શરૂ કરી છે.

ગુજરાતની બહાર છેતરપિંડીનું કૌભાંડ
ગુજરાત અને ગુજરાત બહાર પણ કચ્છની અલગ-અલગ ટોળકીઓ સસ્તુ સોનું આપવાની લાલચે ચીટીંગ કરવા માટે કુખ્યાત છે. ત્યારે કચ્છની આવી જ ગેંગે એક મહિલાને 2.04 કરોડની બોટલમાં ઉતારી દીધી છે. મુળ હૈદરાબાદના સિંકદરાબાદની શૈલજા યામુસાની સ્કુલ ચલાવે છે. નવો ધંધો શરૂ કર્યા બાદ તુલસી નામના વ્યક્તિએ મહિલાના પૈસા ડુબાડ્યા અને ત્યાર બાદ કચ્છની આ ગેંગ તેના સંપર્કમાં આવી. જેને શૈલજાને સસ્તુ સોનુ આપવાની લાલચ આપી તેની પાસેથી 2 વર્ષમાં અલગ-અલગ 1.79 કરોડ રૂપિયા લઇ લીધા. બાદમાં મહિલા પૈસા મેળવવા કચ્છ આવી ત્યારે આ જ ગેંગના અન્ય સભ્યોએ મહિલાનો સંપર્ક કર્યો અને પોલીસમાં તેની ઓળખણ છે. તેવું કહી વધુ 26 લાખની ઠગાઇ કરી. મહિલાએ 8 શખ્સો સામે ફરિયાદ નોંધાવ્યા બાદ ભુજ એલ.સી.બીએ ચાર શખ્સોની ધરપકડ કરી છે.

11 કિલો સોનું હોવાનું કહીને પૈસા પડાવ્યા
2019માં ભોગ બનનાર મહિલાએ અજય નામના વ્યક્તિ સાથે વ્યાપાર કર્યો હતો અને ત્યાર બાદ અમેરિકા જતી રહી. જો કે પરત આવ્યા બાદ અજય એ ઠગ ટોળકીના એક સભ્ય હનીફ ઉર્ફે મીઠાયા સોઢાની સુનીલ પટેલ તરીકે ઓળખ આપી તેનો પરિચય કરાવ્યા બાદ ટોળકીના સભ્યોએ 11 કિ.લો સોનું હોવાનુ કહી તેની પાસેથી પૈસા મેળવ્યા હતા. જે મહિલાએ આપ્યા બાદ પરત ન મળતા મહિલાએ 8 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. જે મામલે ભુજ એલ.સી.બીએ હનીફ ઉર્ફે મીઠીયો નુરમામદ સોઢા તથા તેના બે પુત્રો જાકીર અને અમીન તથા માંડવીના હિસ્ટ્રીશીટર ગાભા સુજાભાઇ સંધારની ધરપકડ કરી છે. તથા વધુ તપાસ હાથ ધરી છે.

પૈસા પાછા અપાવવાના બહાને વધુ 26 લાખ લીધા
પકડાયેલા આરોપી પૈકી ગાભા સુજા સંધાર સામે મારામારી, ઠગાઇ સહિત 11 ગુના નોંધાયેલા છે. જ્યારે હનીફ અને જાકીર સામે પણ ઠગાઇના ગુના અગાઉ નોંધાઇ ચુક્યા છે. જો કે મહિલા સાથે ઠગાઇ કર્યા બાદ આ જ ગેંગના અન્ય સાગરીતોએ મહિલાને પૈસા પાછા આપવાની લાલચે વધુ 26 લાખની ઠગાઇ કરી હતી. પોલીસે સસ્તી સોનાની લાલચમાં ન ફંસાવાની અપિલ કરવા સાથે ફરાર શખ્સોની શોધખોળ શરૂ કરી છે.

    follow whatsapp