કચ્છઃ કચ્છ મુન્દ્રા પોર્ટ પર ડીઆરઆઈ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મુન્દ્રા પોર્ટ ખાતે ડીઆરઆઈ (Directorate of Revenue Intelligence) દ્વારા સિરામિક સેનેટરી વેરના નામે નિકાસ થઈ રહેલા 49 જેટલા કન્ટેનરને અટકાવ્યા છે. આ કન્ટેનરમાં ગેરકાયદે ગાર્નેટ એટેલે કે પ્રતિબંધિત રેતી હોવાની આશંકા છે. જેના કારણે હવે ડીઆરઆઈ દ્વારા તેના સેમ્પલ લઈને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ADVERTISEMENT
1000 મેટ્રિક ટન માલ હોવાનો અંદાજ
પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદ ડીઆરઆઈની સૂચનાથી ગાંધીધામ ડીઆઈઆર દ્વારા મુન્દ્રા પોર્ટ પર આજે ગુરુવારે 49 જેટલા કન્ટેનર રોકવામાં આવ્યા છે. સિરામિક સેનેટરી વેરના નામે પ્રતિબંધિત રેતી તેમાં સપ્લાય થઈ રહી હોવાની ડીઆરઆઈને શંકા ગઈ હોવાથી આ માલ અટકાવવામાં આવ્યો છે. એક અંદાજ પ્રમાણે તેમાં 1000 મેટ્રિક ટન સાથે 500 કરોડથી વધારે રૂપિયાનો માલ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ઓપરેશન કાવેરીઃ ‘ના વીજળી, ના પાણી… લાશની જેમ રૂમમાં બંધ હતા’, સુદાનથી આવેલા ભારતીયોની આપવીતી
કસ્ટમ ક્લિયર કરીને માલ નીકળ્યો અને…
હાલમાં જ આ માલ મુન્દ્રા પોર્ટ સ્થિત કસ્ટમ ક્લિયર કરીને નિકળ્યો હતો. જે ડીઆરઆઈ દ્વારા અટકાવી દેવાયો છે. આ અગાઉ પણ આ જ નિકાસકારોના 250થી વધુ કન્ટેનર તો નિકાસ થઈ પણ ચુક્યા હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે.
(ઈનપુટઃ કૌશિક કાંટેચા, કચ્છ)
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT