Kutch Breaking News: ગાંધીધામના GIDC વિસ્તારમાં આવેલા એક ગોડાઉનમાં ભીસણ આગ લાગી છે. આજે બપોરના સમયે અચાનક આગ ફાટી નીકળી હતી અને જોત જોતામાં તેણે ભીષણ રૂપ ધારણ કર્યું હતું. પ્રારંભીક રીતે પ્રાપ્ત થઈ રહેલા અહેવાલો પ્રમાણે આ આગ શોટ સર્કિટના કારણે આગ લાગી હોવાનો અનુમાન છે. જોકે તેની અંતિમ વિગતો વધુ તપાસ બાદ જ સામે આવશે. આ આગની ઘટનાને કારણે મોટું નુકસાન પણ થયું હોવાની જાણકારી મળી રહી છે. તંત્ર માટે આ આગ પર કાબુ કરવો પણ ભારે મુશ્કેલીનું કામ હતું. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન્હોતી.
ADVERTISEMENT
ફાયર સેફ્ટી ન્હોતી?
ગાંધીધામ જીઆઇડીસીમાં પ્રવીણભાઈ ભાનુશાલીના પ્લાસ્ટિક વેસ્ટ ગોડાઉનમાં આગનો બનાવ બન્યો હતો. આગ બપોરે 1:30 થી 1:45 વાગ્યાની વચ્ચે લાગી હોવાનું જાણવા મળ્યું છે. માલિક દ્વારા આગનું કારણ શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું જણાવાયું છે. જોકે આગ પર કાબુ મેળવ્યા પછીના તપાસ રિપોર્ટમાં સત્ય શું છે તે સામે આવશે. નગરપાલિકા ફાયર બ્રિગેડ દ્વારા ઘટના સ્થળે દોડીને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો ચાલુ છે (આ લખાય છે ત્યારે). આસપાસના વિસ્તારમાં આગ ના પ્રસરે એ માટે કૂલિંગ કરવાના પ્રયાસ જારી કરી દેવાયા છે.
જૂનાગઢમાં માતાએ નહાવાનું કહેતા 5 વર્ષનું બાળક કારમાં છુપાઈ ગયું, ગૂંગળાઈ જતા મોત
ગોડાઉનમાં ફાયર સેફ્ટીના અભાવે આગ વિકરાળ રૂપ ધારણ કર્યું હોવાનું પણ સામે આવી રહ્યું છે. મોટું ગોડાઉન કોઈ પણ જાતની સેફ્ટી વિના ચાલી રહ્યું છતાં પણ તંત્ર અંધારામાં હતું કે કેમ તે સવાલ ઊભો થાય છે. આગની વધુ તપાસ બાદ આ હકીકત પર પણ સત્તાવાર મહોર વાગી શકે છે. આ ઉપરાંત હાલમાં સૌથી મોટી રાહતની વાત એ સામે આવી છે કે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. હાલ તંત્ર આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરી વધુ નુકસાન બચાવવા તથા આગ વધુ ના ફેલાય તે રોકવાને પ્રાધાન્ય આપી રહ્યું છે.
ADVERTISEMENT