કૌશિક કાંટેચા.કચ્છઃ બન્ની સમૃદ્ધિનું બીજું નામ છે અને હવે બન્નીનું ઘાંસિયુંમેદાન કચ્છ જિલ્લાને ઘાસની બાબતમાં આત્મનિર્ભર બનાવવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવશે. વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિની વૈવિધ્યતા ખૂબ પૌષ્ટિક અને દુષ્કાળને અનુકૂળ ઘાસ,સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો, વિશિષ્ટ ભરતકામ અને હસ્તકલા, પરંપરાગત લોક અને સુફી સંગીત, ભૂકંપ પ્રતિરોધક ભૂંગા, પરંપરાગત પ્રાચીન જળ સંચય તકનીજો, ઔષધીય છોડ, પ્રાણીઓના સંવર્ધન, ખડતલ-સહનશીલ લોકો અને અત્યંત ઉત્પાદક પશુધન, જે માલધારીઓના જીવન ટકાવી રાખવા માટેનો એક આધાર છે આવી કાંઈક બન્નીની ઓળખ છે.
ADVERTISEMENT
બન્ની ઘાસ અંગે અધિકારીએ વિગતો આપતા કહ્યું..
બન્નીનું ઘાસિયું મેદાન ભારતીય વન અધિનિયમન ૧૯૨૭ ની કલમ ૨૯ હેઠળ ૧૯૫૫ થી રક્ષિત વિસ્તાર જાહેર થયેલું છે. કુલ ૨૪૯૬૭૪.૪૫ હેકટર વિસ્તારમાં ફેલાયેલા બન્ની વિસ્તારમાં છારીઢંઢ કન્ઝર્વેશન રિઝર્વ ૨૨૭૦૦ હેકટર તથા કચ્છ રણ વન્યપ્રાણી અભ્યારણ ૩૮૦૦ હેક્ટરનો સમાવેશ થાય છે. બન્ની એ એક ઘાસીયું મેદાન જ નહીં સામાજિક-આર્થિક રીતે પણ ગતિશીલ ક્ષેત્ર છે. એક અંદાજ મુજબ અહીં 13 જેટલા જુદા-જુદા સમુદાયો આ વિસ્તારમાં વસે છે. બન્ની ઘાસના મેદાનની સીમમાં કુલ 48 ગામો અને 18 પંચાયતો છે. બન્નીની કુલ માનવ વસ્તી આશરે 25,000 છે. પશુધનએ બન્નીના રહેવાસીઓની આજીવિકાનો મુખ્ય સ્ત્રોત છે. જેમાં પણ ખાસ કરીને બન્ની ગ્રાસલેન્ડ વિસ્તાર તેની “બન્નીની ભેંસ” જાતિ માટે પણ પ્રખ્યાત છે, જે ભારતમાં 11 મી ભેંસની જાતિ તરીકે માન્યતા મેળવી છે. કચ્છમાં 20.85 લાખ પશુધનની વસ્તી છે અને ઘાસચારાની માંગ અને પુરવઠામાં મોટો તફાવત છે.
IPS Transfer: ગુજરાતમાં 70 પોલીસ અધિકારીઓની ટ્રાન્સફરના થયા ઓર્ડર, જાણો કોને ક્યા મળ્યું પોસ્ટીંગ
ખાસ કરીને દુષ્કાળમાં સ્થાનિક બન્નીના ઘાસિયામેદાનની કાયાકલ્પ કરવા અને વૈજ્ઞાનિક ઢબે ગ્રાસલેંડ મેનેજમેન્ટ દ્વારા સારી ગુણવત્તાવાળા ઘાસના ઉત્પાદનમાં સુધારો કરવા માટે માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. માસ્ટર પ્લાન દ્વારા આગામી 10 વર્ષમાં બન્ની ઘાસના મેદાનમાંથી 5 કરોડ કિલો ઘાસનું ઉત્પાદન કરવાનું લક્ષ્ય છે, આ સાથોસાથ ઘાસની ગૌણ પ્રજાતિઓને ધીરે ધીરે ઉત્તમ ઘાસ પ્રજાતિઓ પણ સર્જવાનું લક્ષ્ય નિર્ધારિત કરાયું છે. ચાલુ વર્ષની સ્થિતિ અને ઉત્પાદન મુદ્દે અધિકારીએ વિગતો આપી હતી.
ADVERTISEMENT