મહિસાગરઃ સંતરામપુર વિધાનસભામાં મંત્રી કુબેર ડિંડોરને પ્રચાર કરવા જતી વખતે મતદારોના મીજાજનો અંદાજ લગભગ આવી ગયો હશે તેવું આપણે હાલ માની લીઈએ છીએ. થયું એવું છે કે અહીં પ્રચાર દરમિયાન મંત્રીજીને કેટલાક યુવાનો સમાજના સળગતા પ્રશ્નને લઈને ઘેરી વળ્યા હતા. યુવાનોનો મૂળ પ્રશ્ન આદિવાસી પ્રમાણપત્રોને લઈને હતો. મંત્રી વિકાસ અને બીજી વાતો કરતા જ યુવાનો બોલ્યા અમારો સળગતા પ્રશ્નની વાત કરો. સતત જનતા પાસેથી પ્રશ્નોનો મારો ચાલ્યો ત્યારે બે ઘડી માટે મંત્રીજી ક્ષોભજનક સ્થિતિમાં જોવાયા હતા.
ADVERTISEMENT
બે સભામાં મંત્રી ન આવ્યા અને ત્રીજી સભામાં મળી ગયા પછી તો…
સંતરામપુર બેઠકના ધારાસભ્ય અને ગુજરાત સરકારના ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણના મંત્રી કુબેર ડિંડોરને પોતાના વિસ્તારમાં પ્રચાર કરવા જતી વખતે કડવો અનુભવ થયો છે. કડાણા તાલુકાના યુવાનો દ્વારા રજૂઆતો કરતા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. યુવા મતદારોએ કુબેર ડિંડોરને ઉગ્ર રજૂઆતો કરી હતી. સંતરામપુર વિધાનસભામાં આવેલા માછીનાનાધ્રા ગામે ભાજપની સભા યોજાઈ હતી. વિશ્લેષણ સમિતિથી પીડિત આદિવાસી યુવાનોએ જેહારમાં જ મંત્રીને ઉગ્ર રજૂઆત કરી હતી. આ સભામાં જિલ્લા પંચાયતના પ્રમુખ, પાર્ટી પ્રમુખ સહિતના મોટા નેતાઓ હાજર હતા. જોકે યુવાનોએ બે સભામાં રાહ જોઈને બેઠા હતા પરંતુ મંત્રી ન આવતા ત્રીજી સભામાં યુવાનો આવીને પહોંચ્યા. જ્યાં પ્રમાણપત્રોને લઈને ઉગ્ર વાટાઘાટો થયા. યુવાનોએ જાણે રીતસર મંત્રીજીનો ઉધડો લઈ નાખ્યો તેવી સ્થિતિ ઊભી થઈ હતી.
ભુપેન્દ્ર પટેલની સભામાં વિરોધ ન થાય તેવી ભાજપમાં ચિંતા
હવે સ્થિતિ એવી બની છે કે આવતીકાલે ગુજરાતના મુખ્યમંતીરની સભા પણ આ વિસ્તારોમાં છે. ભાજપ માટે ચિંતાનો વિષય એ વધારે છે કે જેમ કુબેર ડિંડોરને આવો કડવો અનુભવ થયો છે તો આવો અનુભવ જો મુખ્યમંત્રીની સભા વખતે થશે તો…? કારણ કે સિટિંગ ધારાસભ્ય અને ઉમેદવાર આદિવાસી સમાજમાંથી છે છતાં પણ જનતાની સેવામાં ક્યાંકને ક્યાંક કાચુ કાપતા હોવાનો અનુભવ થાય તો મુખ્યમંત્રીની સભા વખતે નારાજગીનો સૂર માત્ર સંતરામપુર બેઠક પુરતો જ નહીં પણ સમગ્ર ગુજરાત સુધી પહોંચે.
(વીથ ઈનપુટઃ વિરેન જોશી, મહિસાગર)
ADVERTISEMENT