Krishna Janmashtami: ભગવાન દ્વારકાધીશની રાજધાની એટલે દ્વારકા, હજારો વર્ષથી દ્વારકામાં જગત મંદિરમાં વૈષ્ણવો ભક્તો દ્વારા કાળિયા ઠાકોરના જન્મ ઉત્સવ મનાવવામાં આવે છે. આ જન્મોત્સવ દિવસે વહેલી સવારે 6:30 વાગે મંગળા આરતી બાદ ભગવાન દ્વારકાધીશને ખુલ્લા પડદે પંચામૃત એટલે દૂધ-માખણ, મિસરી, મધ, દહી અને અનેક સુગંધિત દ્રવ્યો દ્વારા કાળિયા ઠાકોરને ખુલ્લા પડદે સ્નાન કરાવવામાં આવે છે. આ વિધિનો વિશ્વ આખું દર્શન કરે છે. સમગ્ર આરતી, પૂજા, ઉત્સવ સહિતની તૈયારીઓ પૂર્ણ થઈ ચુકી છે. આજથી જ અહીં ભક્તોમાં મોટો ઉમળકો જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
ભક્તો આ સમયે કરી શકશે દર્શન
ત્યાર બાદ ભોગ આરતી અને બપોરે 1:00 વાગે મંદિર ના મુખ્ય દ્વાર ભક્તો માટે બંધ કરવામાં આવે છે. ફરી સાંજે 5:00 વાગ્યે દ્વારકાધીશના મુખ્ય દ્વાર ભક્તો માટે ખુલ્લા રાખવામાં આવે છે અને ભોગ અને આરતી બાદ બરાબર નવ વાગ્યે મંદિરોનોસર બંધ કરવામાં આવે છે જે ના 12:00 વાગે નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી સાથે ભગવાન દ્વારકાધીશના જન્મના વધામણા કરી અને અનોસર ખોલવામાં આવે છે.
Kutch news: થપ્પડ પડ્યા પછી ભુજ નગરપાલિકા પ્રમુખ થયા ભાવુક, રડી પડ્યા- જુઓ Video શું કહ્યું
લોકો પગપાળા પણ પહોંચ્યા છે જન્મોત્સવ મનાવવા
ભગવાન દ્વારકાધીશના દર્શન અને જન્મોત્સવ મનાવવા દૂર દૂરથી ભક્તો પગપાળા અને વાહનો દ્વારા આવી પહોંચે છે અને પોતાને ધન્ય અનુભવે છે. ગુજરાતના પશ્ચિમ છેવાડે આવેલા આ જગત મંદિરના પટાંગણમાં ગ્રામ્ય મહિલાઓ રાસ ગરબા રમી અને દેવકીજીના દિકરાને યાદ કરી અને આનંદથી ઝૂમી ઊઠે છે. હજારોની સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓને સલામત અને શાંતિપૂર્વક દર્શન થાય તે માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા ખડે પગે અનેક કર્મચારીઓ સેવા આપે છે. જેમાં ખાસ કરીને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક, ડીવાયએસપી, પી.આઇ , હેડ કોસ્ટેબલ, કોન્સ્ટેબલ, હોમગાર્ડ અને સ્થાનિક વહીવટી તંત્રના આંદાજે જે 2,000 થી વધુ કર્મચારીઓ ખડે પગે લોકોની સેવા કરે છે.
ADVERTISEMENT