અમદાવાદ : ગુજરાતના લોથલમાં ઐતિહાસિક સિંઘુઘાટી સભ્યતાનું દર્શન કરાવવા માટે પોર્ટ એન્ડ શિપિંગ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય સમુદ્રી વિરાસત પરિસર The national Maritime heritage complex (NMHC) નું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ વિશ્વનું સૌ પ્રથમ પરિસર છે જેમાં ભારતના સમુદ્ર અને ઉત્કૃષ્ટ સમુદ્રી વિદ્યાનું પ્રદર્શન કરવામાં આવશે. લોથલમાં મેરિટાઇમ મ્યુઝીયમ બની રહ્યું છે. જેને જોવા માટે દેશ વિદેશનાં અનેક નિષ્ણાંતોથી માંડીને લોકો આવશે.
ADVERTISEMENT
આ મ્યુઝીયમ એટલું ભવ્ય હશે કે, જાણે તમે લોથલ શહેરમાં જ ફરી રહ્યા હો તેવું પાગશે. જાણે હડપ્પા સંસ્કૃતિના હુબહુ શરેરમાં ફરાની અનુભુતી મળશે. આ ઉપરાંત ચાર થીમપાર્ક પણ બનાવવામાં આવશે. જેમાં એક સ્મારકોનું થીમ પાર્ક જેમાં દરેક સ્મારક હશે . બીજુ સમુદ્રી અને નૌસેનાનું થીમપાર્ક. ક્લાઇમેટ ચેન્જ થીમપાર્ક અને એમ્યુઝમેન્ટ પાર્કનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત 77 મીટરની ઉંચાઇ પર રહેલી વિશ્વનું સૌથી ઉંચુ લાઇટ હાઉસ હશે. મ્યુઝીયમ થીમવાળી હોટલો, ઇકો રિસોર્ટ સહિતની 5 સ્ટાર સુવિધા હશે.
આ સુવિધાઓનું પ્રોજેક્શન જોઇને તમારી આંખો આશ્ચર્યથી પહોળી થઇ જશે. વર્લ્ડક્લાસ થીમ પાર્ક જે તમને વેનિસની યાદ અપાવશે તેમ કહીએ તો નવાઇ નહી. લોથલ અને ધોળાવીરા જેવી મહાનધરોહરો છે. સમુદ્રી વ્યાપાર માટે ખ્યાતનામ આપણી સંસ્કૃતીની યાદ અપાવશે. દુર દુરના દેશો સુધી જ્યારે કોઇ નહોતું પહોંચ્યુ ત્યારે આપણે દરિયાઇ માર્ગે વ્યાપાર કરતા હતા. જ્યારે દરિયાઇ માર્ગે આક્રમકણ પણ થઇ શકે તેવો વિચાર છત્રપતિ શિવાજીને આવ્યો અને તેમણે નૌસેનાની અધિકારીક રચના કરી.
આજે ગુજરાતના અનેક વિસ્તારોમાં સિકોતર માતાની પુજા કરવામાં આવે છે. તેને સમુદ્રના માતા તરીકે પુજવામાં આવશે. હજારો વર્ષ પહેલાના રિસર્ચરોનું માનવું છે કે, સિકોતર માતાને તે સમયે પણ કોઇને કોઇ સ્વરૂપે પુજવામાં આવતા હતા. સમુદ્રમાં જતા પહેલા સિકોતર દેવીની પુજા કરવામાં આવતી હતી. જેથી યાત્રામાં આ દેવી તેમની રક્ષા કરે. ઇતિહાસકારોના અનુસાર સિકોતર માતાનો સંબંધ સોકોતરા દ્વીપ સાથે છે. જે આજે અદમની ખાડીમાં છે. જેનાપરથી ખબર પડે છે કે આજથી હજારો વર્ષ પહેલા પણ ખંભાતની ખાડીથી દુર દુર સુધી સમુદ્રી વ્યાપાર થતો હતો. હાલમાં પણ એક ખોદકામ દરમિયાન સિકોતર માતાના મંદિર અંગે માહિતી મળી છે. એવા પુરાવા પણ મળ્યા છે કે, જેના કારણે સમુદ્રી વ્યાપારના પુરાવા મળ્યા છે. સુરેન્દ્રનગરના ઝીઝુવાડામાં લાઇટ હાઉસ હોવાના પુરાવા મળ્યા છે. લાઇટ હાઉસ જહાજોને રાત્રે રસ્તો દેખાડવા માટે ઉપયોગમાં લેવાતા હતા. ઝીંઝુવાડાથી 100 કિલોમીટર દુર સમુદ્ર છે. સંશોધન પરથી ખબર પડે છે કે આ વિસ્તાર એક ખુબ જ વ્યસ્ત પોર્ટ ગણાતો હતો.
ADVERTISEMENT