ગાંધીનગર : ગુજરાતમાં તમામ સરકારી કર્મચારીઓ જાણે કે આંદોલને ચડ્યા હોય તે પ્રકારે તમામ જૂની પેન્શન યોજના તેમજ સાતમાં પગાર પંચ અને અન્ય ઘણી પડતર માગણીઓ સરકાર દ્વારા સ્વિકારી લેવામાં આવી છે. આંદોલન કરી રહેલા કર્મચારીઓનાં નેતાઓ અને યુનિયનના વડાઓ સાથે બેઠક આયોજીત કરીને સરકારેઆજે તમામ આંદોલનો એક જ સાથે ખાળવાનો પ્રયાસ કર્યો છે. આવતીકાલે 6 લાખ જેટલા કર્મચારી માસ સીએલ પર ઉતરે તે પહેલા સરકારે માસ્ટર સ્ટ્રોક માર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, જો આટલા મોટા પ્રમાણમાં કર્મચારીઓ રજા પર ઉતરી જાય તો આખા રાજ્યનું તંત્ર 2 દિવસ માટે ખોરવાય જાય તેમ હતું.
ADVERTISEMENT
સરકારી કર્મચારી મંડળની બેઠક કરી આંદોલન ખાળી લીધું?
સરકારે કર્મચારી મંડળો સાથે બેઠક કરી આંદોલનને ખાળવાનો પ્રયાસ કર્યો હતો. સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીની પત્રકાર પરિષદ કરીને આ અંગે જાહેરાત કરી હતી. આંદોલન કરી રહેલા કર્મચારીઓનાં લીડર દિગુભાએ જ પત્રકારોને સંબોધ્યા હતા અને તેમની કઇ કઇ માંગણીઓ સ્વિકારાઇ તે અંગે પણ માહિતી આપી હતી. સરકારી કર્મચારીની 15 માંગણીઓ સરકારે સ્વિકારી લીધી છે. જૂની પેન્શન યોજનાને લાગુ કરવાની સરકારે વાત કરી છે.
દિગુભા જાડેજાએ 2005 પછીના કર્મચારીઓનું શું તે મુદ્દે ગોળગોળ વાતો કરી
સંયુક્ત કર્મચારી મોરચાના દિગુભા જાડેજાએ આ અંગે નિવેદન આપ્યું કે, સરકારે ખુબ જ હકારાત્મક વાતાવરણમાં વાત કરી અને અમારી 15 જેટલી નાની મોટી માંગણીઓ સ્વિકારી છે. અમારી મુખ્ય 15 માગણીઓ હતી. સરકારે તમામ પગારપંચ, ભથ્થા, પેન્શન સહિતની તમામ બાબતોનો સ્વિકાર કર્યો છે. જૂથ વિમા અંગે નિર્ણય કરાયો છે. જૂની પેન્શન યોજના અમારી મુખ્ય માંગણી હતી. મેડિકલ ભથ્થુ 300ના બદલે 1000 આપવામાં આવે તેવી માંગ હતી. CCCની મુદત વધારો કરવામાં આવે તેવી માંગ હતી. ડિસેમ્બર 2024 સુધીમાં CCC પરીક્ષા પાસ કરવાની રહેશે. 7માં પગાર પંચના તમામ લાભ આપવામાં આવશે. ઉચ્ચતર પગાર ધોરણ અંગે નિર્ણય કરાયો છે.
પેન્શન યોજનાને લઈ શું નિર્ણય લીધો તે અંગે દિગુભા જાડેજાએ જણાવ્યું કે…
– જૂની પેન્શન યોજના અમારી મુખ્ય માંગણી હતી જે સરકારે સ્વિકારી લીધી છે.
– 2005 પહેલાના કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા સરકાર સંમત
– કર્મચારીના મોતના કેસમાં પરિવારને પેન્શનનો લાભ મળશે.
– 2005 પછીના કર્મચારીઓ માટે અમારી માંગણી યથાવત રહેશે, જો કે આંદોલન અંગે કોઇ સ્પષ્ટતા કરી નથી.
– સાતમા પગાર પંચના તમામ લાભ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
– ઉચ્ચતર પગારની માંગ સરકારે સ્વિકારી લીધી
– મેડિકલ ભથ્થુ 300ને બદલે 1000 રૂપિયા આપવામાં આવશે.
– સરકારી કર્મીઓની પરીક્ષા અંગે પણ સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
– ખાતાકીય પરીક્ષામાંથી અંગ્રેજી વિષય દૂર કરવામાં આવશે
– CCCની મુદ્દતમાં વધારો કરીને 2024 સુધી કરવામાં આવી
– જૂથ વિમા અંગેની પણ સરકાર સકારાત્મમક છે, નિર્ણય લેશે.
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનું નિવેદન…
– ગુજરાતના શિક્ષકો માટે મહત્વનો નિર્ણયો લેવામાં આવ્યા છે
– 15 જેટલા પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું છે.
– માધ્યમિક શિક્ષકોના પ્રશ્નો ઉકેલવામાં આવી રહ્યા છે
– જૂની પેન્શન યોજનાનો નિર્ણય લેવામાં આવ્યો છે જે શિક્ષકોને પણ લાગુ પડશે.
ADVERTISEMENT