અમદાવાદ: રાજ્યમાં એક તરફ આકરો ઉનાળો શરૂ થઈ ચૂક્યો છે. ત્યારે બીજી તરફ ઉનાળાની સાથે જ વરસાદ વરસતા લોકો ચિંતામાં મુકાયા છે. માર્ચનું માવઠું ખેડૂતોની આંખમાં ફરી વળ્યું છે. આ દરમિયાન ગુજરાતમાં માવઠાથી હજુ રાહત મળી છે ત્યાંજ ફરી માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં 4 દિવસ બાદ ફરી માવઠાની આગાહી કરવામાં આવી છે.
ADVERTISEMENT
કમોસમી વરસાદ સાથે ભારે પવનના અને ગાજવીજના કારણે ઘઉ અને કેરી સહિતના પાકને વ્યાપક પણે નુકસાન થયું છે. ત્યારે હજુ માવઠાથી માંડ રાહત થઈ છે ત્યારે ફરી માવઠાની આગાહી કરવામાં આવી છે. આગામી 4 દિવસ વાતાવરણ સૂકું રહેશે અને 13 અને 14 માર્ચના માવઠું થશે. કારણ કે ફરી એક વેસ્ટન ડિસ્ટર્બન સક્રિય થઈ રહ્યું છે. જેની અસર ગુજરાતના વાતાવરણ પર થશે.
કચ્છમાં હિટવેવની આગાહી
આગામી 4 દિવસ વાતાવરણ સૂકું રહેશે. હવામાન વિભાગના ડાયરેકટર મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે, હાલ ગુજરાતમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાય રહ્યા છે. જેના કારણે મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો થશે અને કચ્છમાં હિટવેવ રહેવાની શક્યતા છે. કચ્છમાં આગામી બે દિવસ સૂકા અને ગરમ પવન ફૂંકાશે અને ગરમીનું પ્રમાણ વધી જશે. સાથે અન્ય શહેરોના મહત્તમ તાપમાન પણ ઊંચું આવશે. આગામી 4 દિવસ વાતાવરણ સૂકું રહેશે અને 13 અને 14 માર્ચના માવઠું થશે. કારણ કે ફરી એક વેસ્ટન ડિસ્ટર્બન સક્રિય થઈ રહ્યું છે. જેની અસર ગુજરાતના વાતાવરણ પર થશે.
અહી પડશે કમોસમી વરસાદ
એક તરફ ઉનાળો જામી રહ્યો છે. ત્યારે બીજી તરફ ફરી એક વખત એક સાથે બે ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. આ દરમિયાન વેસ્ટન ડિસ્ટર્બનના કારણે 13 અને 14 માર્ચના માવઠું થશે. દક્ષિણ ગુજરાતના ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં કમોસમી વરસાદની સંભાવના છે.રાજ્યમાં ફરી એક વખત થન્ડર સ્ટોમ એક્ટિવિટી થશે. સામાન્ય રીતે માર્ચ મહિનામાં થન્ડર સ્ટોમ એક્ટિવિટી થતી નથી. પરંતુ ચાલુ વર્ષે વેસ્ટન ડિસ્ટર્બન સક્રિય થવાના કારણે માર્ચ મહિનામાં થન્ડર સ્ટોમ એક્ટિવિટી થઈ રહી છે અને વારંવાર કમોસમી વરસાદ થાય છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT