જાણો શું અર્થ છે બંદરો પર લગાવવામાં આવતા સિગ્નલોનો, કયું સિગ્નલ કેટલું છે ગંભીર

અમદાવાદ: બિપોરજોય વાવાઝોડાની દિશા બદલાઇ છે. ત્યારે બિપોરજોય ગુજરાતના દરિયા કિનારા તરફ આગળ વધ્યું છે. તેમાં બિપોરજોય વાવાઝોડુ ઉત્તર-પૂર્વ ઉત્તર દિશામાં આગળ વધ્યું છે. તથા…

gujarattak
follow google news

અમદાવાદ: બિપોરજોય વાવાઝોડાની દિશા બદલાઇ છે. ત્યારે બિપોરજોય ગુજરાતના દરિયા કિનારા તરફ આગળ વધ્યું છે. તેમાં બિપોરજોય વાવાઝોડુ ઉત્તર-પૂર્વ ઉત્તર દિશામાં આગળ વધ્યું છે. તથા બિપોરજોય અત્યંત ગંભીર ચક્રવાતમાં ફેરવાયું છે. બિપરજોયની અસરથી ગુજરાતના બંદરો પર ભયજનક સિગ્નલ મૂકાયા છે. અત્યાર સુધી ગુજરાતના તમામ બંદરો પર 2 નંબરનું સિગ્લન લગાવાયુ હતુ. ત્યારે ભારતીય હવામાન વિભાગ તરફથી આજે રોજ સવારે 10:00 કલાકે મળેલી પોર્ટ ચેતવણી મુજબ કેટલાક બંદર પર 4 નંબર વોર્નિંગ સિગ્નલ લગાવાયું છે. મોરબીના નવલખી બંદર, પોરબંદરના બંદર અને ઓખા બંદર પર 4 નંબરનું સિગ્નલ લગાવ્યું છે.

ચક્રવાતી તોફાનો માટે તમામ બંદરો પર ચેતવણીના સંકેતો અપવામાં આવે છે. , જેના દ્વારા સમુદ્રમાં જ એલર્ટ આપવામાં આવે છે. ભારત પાસે વ્યાપક સિગ્નલિંગ સિસ્ટમ છે. ‘સાયક્લોન સિગ્નલ’ નો સામાન્ય અર્થ નજીક આવી રહેલા ચક્રવાતી તોફાન સાથે સંબંધિત સંકેત છે. આ ચક્રવાત સંકેતોને અગિયાર શ્રેણીઓમાં વહેંચવામાં આવ્યા છે જે 1 થી 11 સુધીના સિગ્નલ આપવામાં આવે છે.

આ કારણે આપવામાં આવે છે સિગ્નલ
ચક્રવાતી વાવાઝોડાની ચેતવણી આપવા માટે અમુક સિગ્નસ આપવામાં આવે છે. જેને લઈ જહાજોને એલર્ટ કરી શકાય. જહાજોને એલર્ટ કરવા માટે ભારતમાં બે અલગ અલગ સિસ્ટમ છે. દિવસ માટે અલગ સિસ્ટમ અને રેટ માટે અલગ સિસ્ટમ. દિવસના સંકેતોમાં સિલિન્ડરો અને શંકુ હોય છે જ્યારે રાત્રિના સંકેતોમાં લાલ અને સફેદ લેમ્પ હોય છે.ભારતમાં 1 થી 11 સુધીની વ્યાપક સિગ્નલિંગ સિસ્ટમ છે, જે તમામ બંદરો પર સંભવિત ચક્રવાતી તોફાન અંગે અગાઉથી જહાજોને ચેતવણી આપે છે. ભારતીય હવામાન વિભાગ સામાન્ય રીતે બંદરોને દિવસમાં ચાર વખત અને ચક્રવાતી વાવાઝોડાના કિસ્સામાં દર ત્રણ કલાકે એકવાર સૂચનાઓ મોકલવામાં આવે છે.

જાણો શું છે સિગ્નલનો અર્થ:

સિગ્નલ નંબર 1: દરિયાથી દૂર સ્થિત નીચા દબાણવાળા વિસ્તારને લાગુ પડે છે જ્યાં સપાટી પરનો પવન 60 કિમી પ્રતિ કલાકની ઝડપે આસપાસ હોય છે. આ સિગ્નલનો અર્થ એ છે કે, બંદરને અસર થશે નહીં, પરંતુ પવનની ગતિમાં થોડો વધારો થવાની ચેતવણી છે.
સિગ્નલ નંબર 2: સમુદ્રથી દૂર 60-90 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનની ઝડપ સાથે ડિપ્રેશન રચાય છે. આ સિગ્નલ જહાજોને બંદરો પરથી ખસી જવાસૂચન કરે છે.
સિગ્નલ નંબર 3: નંબર દર્શાવે છે કે,40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનની ઝડપ સાથે વાવાઝોડું બંદર પર ત્રાટકવાની શક્યતા છે.
સિગ્નલ નંબર 4: એ ચેતવણી આપે છે કે થોડા અથવા સાધારણ પ્રકારનું વાવાઝોડું બંદરથી દક્ષિણ દિશા તરફ કિનારાઓ ઓળંગવાનો સંભવ છે, જેથી બંદર ભારે તોફાની હવાનો અનુભવ થઈ શકે છે
સિગ્નલ નંબર 5: પાંચ સિગ્નલ ડીપ ડિપ્રેશનનો સંકેત આપતો આ સિગ્નલ સૂચવે છે કે 60-80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને તોફાન દરિયાકાંઠાથી ડાબી બાજુ ફંટાશે.
સિગ્નલ નંબર 6: એ ભયજનક પરિસ્થિતિ દર્શાવે છે પરંતુ તેનો અર્થ થાય છે કે થોડા અથવા સાધારણ પ્રકારનું વાવાઝોડું બંદરથી ઉત્તર કિનારા તરફ ઓળંગવાની સંભાવનાઓ છે જેથી બંદરે ભારે તોફાની હવાઓનો અનુભવ થઈ શકે છે
સિગ્નલ નંબર 7: એ ચક્રવાતી તોફાન બંદરની નજીકથી આગળ વધશે અથવા સંપૂર્ણપણે દરિયાકાંઠાને પાર કરશે. સિગ્નલ 5, 6 અને 7 વધુ જોખમને સૂચવે છે.
સિગ્નલ નંબર 8: એ મહાભયનું સંકેત આપે છે જેનો અર્થ થાય છે કે ભારે જોરવાળું વાવાઝોડું બંદરથી દક્ષિણ તરફ કિનારો ઓળંગવાનો સંભવ છે, જેથી બંદર પર બહુ જ તોફાની હવાઓનો અનુભવ થઈ શકે છે
સિગ્નલ નંબર 9: દર્શાવે છે કે મહાભયની પરિસ્થિતિ છે, જેનો અર્થ થાય છે કે ભારે જોરવાળું વાવાઝોડું બંદરથી દક્ષિણ કિનારો ઓળંગી શકે છે, જેથી બંદર પર બહુ જ તોફાની હવાનો અનુભવ થતો હોય છે
સિગ્નલ નંબર10: સિગ્નલ 8 અને 9 પછી આ સિગ્નલ વધુ ખતરનાક છે, જેનો અર્થ છે કે, બંદર પર અથવા તેની નજીક ખૂબ જ તીવ્ર ચક્રવાત આવશે. પવનની ઝડપ 220 કિમી પ્રતિ કલાક કે તેથી વધુ થઈ શકે છે.
સિગ્નલ નંબર 11:  ખૂબજ ભીષણ તોફાનનો એલાર્મ આપે છે. જેમાં કમ્યુનિકેશનની પણ તમામ સિસ્ટમ ફેઇલ થઇ જાય છે.

    follow whatsapp