સુરત: એક તરફ રાહુલ ગાંધીને એક બાદ એક ફટકા પડી રહ્યા છે. ત્યારે આજે વધુ એક ફટકો રાહુલ ગાંધીને પડ્યો છે. સુરતની સેશન્સ કોર્ટે આજે કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ‘મોદી સરનેમ’ ટિપ્પણી બદલ તેમની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં દોષિત ઠેરવવા પર સ્ટે મૂકવાની અરજીને ફગાવી દીધી છે. ત્યારે રાહુલ ગાંધી સામે કેસ કરનાર પૂર્વ મંત્રી અને ધારાસભ્ય પૂર્ણેશ મોદીની પ્રતિક્રિયા સામે આવી છે. તેણે કહ્યું છે કે, મારા વકીલે આપેલી જાણકારી મુજબ 13 તરીકે જે દલીલ થઈ હતી તેની સામે રાહુલ ગાંધીની જે અપીલ હતી. તે કોર્ટે ખરીજ કરી છે.
ADVERTISEMENT
રાહુલ ગાંધીએ સજા પર સ્ટે માંગ્યો હતો અને અરજી કરી હતી. ત્યારે રાહુલ ગાંધીની આ અરજી ફગાવી દેવામાં આવી છે. જેને લઈ ભાજપના નેતા અને ધારાસભ્ય તથા રાહુલ ગાંધી પર કેસ કરનાર પૂર્ણેશ મોદીની પ્રતિક્રિયા સામે આવી છે. તેણે કહ્યું છે કે, વકીલે આપેલી જાણકારી મુજબ 13 તરીકે જે દલીલ થઈ હતી તેની સામે રાહુલ ગાંધીની જે અપીલ હતી. તે કોર્ટે ખરીજ કરી છે. તેણે રિજેક્ટ કરી છે. બાકીની જજમેન્ટ આવ્યા પછીની જે કાર્યવાહી થશે તેનો અભ્યાસ કરવામાં આવશે અને કહેવામાં આવશે.
શું છે મોદી અટકનો વિવાદ?
રાહુલ ગાંધીએ 13 એપ્રિલ 2019ના રોજ કર્ણાટકમાં એક ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદીની અટક કેમ સામાન્ય છે? બધા ચોરની અટક મોદી કેમ છે? આ પછી બીજેપી ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ માનહાનિનો કેસ દાખલ કરીને આરોપ લગાવ્યો કે 2019માં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે રાહુલે કથિત રીતે આખા મોદી સમુદાયને બદનામ કરી કહ્યું કે બધા ચોરોની અટક મોદી કેમ છે? તેમના નિવેદનથી અમારી અને સમાજની ભાવનાઓને ઠેસ પહોંચી છે. તેમની અરજી પર સુનાવણી કર્યા બાદ કોર્ટે રાહુલ ગાંધીને આઈપીસીની કલમ 499 અને 500 હેઠળ દોષિત ઠેરવ્યા હતા.
(વિથ ઈનપુટ: સંજયસિંહ રાઠોડ, સુરત )
ADVERTISEMENT